અરવલ્લી: ખુબ જ દુખદ ઘટના! પિતા દીકરીને કુવો બતાવા લઇ ગયા હતા પણ શું ખબર હતી કે ત્યાં આવું થશે? જાણો આ પૂરી ઘટના વિશે
રાજ્યમાં હાલ જો વાત કરવામાં આવે તો અનેક એવી દુર્ઘટનાઓ બની રહી છે જેના વિશે જાણીને આપણે પણ ભાવુક થતા હોઇએ છીએ, એવામાં હાલ એક દુખદ બનાવ અરવલ્લી માંથી સામે આવ્યો છે જેમાં એક પિતા પોતાની દીકરીને કુવો બતાવી રહ્યા હતા ત્યાં તેઓનો પગ લપસ્યો અને પછી બંને કુવામાં ખાબક્યા હતા. કુવામાં ખાબકતા બંનેના કરુણ મૌત નીપજ્યા હતા.
આ પૂરી ઘટનાની જાણ થતાની સાથે જ ગામમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ હતી, જણાવી દઈએ કે આ પૂરી ઘટના અરવલ્લીના ધનસુરા ગામમાં આવેલ ગઢી માતાજીના મંદિર પાસે આવેલ કુવા પર બની હતી. જ્યાં રાહુલભાઈ(ઉ.વ.૩૮) શનિવારના રોજ તેની પુત્રી ફેરી(ઉ.વ.૧૦) રોજ કુવો બતાવી રહ્યા હતા.
કુવો બતાવતાની સાથે જ એકાએક રાહુલભાઈનો પગ લપસી ગયો હતો જે પછી પિતા રાહુલભાઈ અને દીકરી ફેરી બંને કુવામાં ખાબક્યા હતા જે પછી બંનેનું પાણીમાં ડૂબવાથી કરુણ મૌત નીપજ્યું હતું, આ ઘટનાની જાણ મોડાસા પાલિકાની ફાયર વિભાગને કરવામાં આવતા બચાવ કાફલો ઘટના સ્થળે આવી પોહચ્યો હતો અને બંનેના મૃતદેહને ભારે જેહમત બાદ બહાર કાઢ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહની કબજે કરીને આગળની તપાસ પીએસઆઈ એન એમ સોલંકીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જ્યારે મૃતકની પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી કારણ કે તેણે એક સાથે પોતાની દીકરી અને પતિ બંને ગુમાવી દીધા હતા.ભગવાન બંનેના આત્માને શાંતિ આપે.ઓમ શાંતિ.