અમદાવાદ: પિતા જ બન્યો પુત્રનો હત્યારો! ખાંડણી 7 થી 8 ઘા ઝીકી હત્યા કરી અને પછી શરીરના 6 ટુકડા…કારણ જાણી આંચકો લાગશે
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાંથી રોજબરોજના અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણે પણ હચમચી જતા હશું, એવામાં હાલ ખુબ ચોકવાનારી ઘટના સામે આવી છે જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી માનવ અંગો મળી આવતા હતા જે પછી પોલીસે તપાસ હાથ ધરી હતી, આ તપાસમાં ક્રાઈમ બ્રાંચને આખી ઘટનાની જાણ થઈ ગઈ હતી અને તેઓએ આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી.
આ ઘટનાનો આરોપી બીજું કોઈ નહી પણ ખુદ મૃતકના પિતા જ છે. જણાવી દઈએ અમદાવાદના વાસણા અને પાલડી વિસ્તારમાંથી માનવ અંગો મળી આવ્યા હતા જેમાં તપાસ કરતા આખી ઘટનાનો ખુલસો થઈ ચુક્યો હતો. આંબાવાડી વિસ્તારમાં રેહતા પૂર્વ એસ.ટી કર્મચારી નીલેશભાઈએ જ પોતાના પુત્ર સ્વયમની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, હત્યા કર્યા બાદ આ પિતાને ખુબ જ દુઃખ થયું હતું આથી તેઓ કાલુપુર સ્વામિનારાયણ મંદિરે માફી માંગવા પણ ગયા હતા.
ક્રાઈમ બ્રાંચ દ્વારા નીલેશભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછતાછ કરવામાં આવી રહી છે. આ પૂછતાછમાં તેઓએ ખુલાસો કર્યો હતો કે તેનો દીકરો સ્વયમ ધોરણ 10 પછી ભણવાનું છોડી દીધું હતું, એટલું જ નહી તે દારુ અને બીજા અનેક નશાની લતએ લાગી ગયો હતો જે નીલેશભાઈને પસંદ હતું નહી. નીલેશભાઈ એક ભક્ત માણસ હતા પણ પુત્ર સ્વયમ વારંવાર ઘરમાં દારુ પીયને ક્યાંતો નશો કરીને આવતો હતો.
એવામાં 18 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે પુત્ર દારૂના નશામાં આવ્યો હતો અને નીલેશભાઈ પાસેથી પૈસા માંગી રહ્યો હતો પણ નીલેશભાઈએ પૈસા ન આપતા સ્વયમ નીલેશભાઈને ગાળો આપવા લાગ્યો હતો અને તિજોરીનો કાચને તોડી નાખ્યો હતો, એટલું જ નહી સ્વયમેં પિતા નીલેશભાઈ પર પાવડાના હાથા દ્વારા પણ હુમલો કર્યો હતો પણ નીલેશભાઈએ આત્મ બચાવ માટે તેને એક લાત મારીને પલંગ પર ઢાળી દીધો હતો જે પછી રસોડામાંથી પથ્થરની ખાંડણી લઈને પુત્ર પર અનેક ઘા ઝીકી દીધા હતા, આથી સ્વયમ મૃત્યુ પામ્યો હતો.
જે પછી તેને ઠેકાણે લગાવવા માટે નીલેશભાઈએ ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર દ્વારા પુત્રના મૃતદેહ માથું, હાથ અને પગના અલગ અલગ ટુકડા કરી નાખ્યા હતા અને પછી આ દરેક ટુકડાને મોટી કાળી થેલીમાં નાખીને તેને અલગ અલગ જગ્યાએ નાખવા ગયા હતા જેથી કોઈને તેના પર શક ન જાય. આવું કર્યા બાદ આરોપી નીલેશભાઈ સુરતથી ગોરખપુર જઈ રહ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેઓની ધરપકડ કરી લીધી હતી અને અમદાવાદ લાવી પૂછતાછ હાથ ધરી હતી જેમાં આ આખી ઘટના સામે આવી હતી.