એક નાની એવી ભૂલને લીધે સુરતની ફૂલ જેવી દીકરીએ જીવ ગુમાવ્યો! વાલીઓ ખાસ વાંચો આ ઘટના…જાણો શું છે ઘટના
રાજ્યમાં રોજબરોજના અનેક એવા દુઃખદ ઘટના સામે આવી રહી છે જેના વિશે જાણીને કોઈ પણ વ્યક્તિ હચમચી જતું હોય છે, હજી કાલે જ બોટાદ માંથી ઝેરી દારુ પીય જવાને લીધે કુલ 29 લોકોના મૃત્યુનો એહવાલ સામે આવ્યો હતો, એવામાં વધુ એક દુઃખદ ઘટના સુરત શહેર માંથી સામે આવી છે જેમાં 5 વર્ષની એક ફૂલ જેવી દીકરીએ જીવ ગુમાવ્યો છે.
જણાવી દઈએ કે આ બાળકીને છેલ્લા થોડા સમયથી તાવ આવી રહ્યો હતો આથી તેને મંગળવારના દિવસે તાવ આવતા તેને નજીકના દવાખાને લઇ જવામાં આવી હતી જ્યાં તેને દવા પણ આપવામાં આવી હતી, દવા પીધા બાદ તો તેને તબિયતમાં પણ રાહત હતી. પણ બુધવાર સવારે આ દીકરીએ દવાની ટીકડી ગલી લીધી જે પછી આ ટીકડી શ્વાસનળીમાં ફસાય જતા તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો આથી પરિવારજનોએ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જ્યાં તબીબોએ બાળકીને મૃત ઘોષિત કરતા પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
આ પૂરી ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ મારૂતિ નગરના રુસ્તમપાર્ક માંથી સામે આવી હતી. રુસ્તમપાર્કમાં રેહતા બીલાલ અન્સારીની દીકરી મુસ્કાન(ઉ.વ.5) સાથે આ દુઃખદ ઘટના બની હતી. પોલીસને આ ઘટના વિશે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
મૃતક મુસ્કાનના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રહ્યા હતા ત્યારે પરિવારજનોએ દીકરીનું પોસ્ટમોર્ટમ કરવાની નાં પાડી હતી જે પછી લીંબાયત પોલીસ દ્વારા વગર પોસ્ટમોર્ટમેં જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કિસ્સાને ધ્યાનમાં રાખીને દરેક વાલીઓએ ચેતી જવું જોઈએ, આમ તો નાના બાળકોને આવી દવા ઓગાળીને પીવડાવામાં આવે છે પણ આ દીકરીએ જાતે ટીકડી ગળી જતા જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.