રાજકોટમાં રીલ્સના રસિયા યુવાનોએ મનોરજનની જગ્યાએ ગુનો કરી બેઠ્યા! એક બીજાને એવો ઢોર માર માર્યા કે…એક સગીર પણ છે શામેલ
હાલ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાના અમુક ફાયદા પણ છે તો અમુક એવા ગેરફાયદા પણ છે. હાલ રાજકોટ શહેરમાંથી વધુ એક ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ યુવાનો એક બીજાને લાઠી ડંડા વડે ઢોર માર મારી રહ્યા છે. આ વિડીયો વાયરલ થતાની સાથે જ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને યુવાનોની તપાસ હાથ ધરી હતી જેમાંથી બે યુવાનો પકડાય ગયા છે જયારે ૩ યુવાનોની શોધ શરુ છે.
જણાવી દઈએ કે શહેરના રસ્તા પરથી બાઈક ચલાવીને આ પાંચેય યુવાનો જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓએ પોતાની ગાડી ઉભી રાખીને એક બીજા પર ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવા લાગ્યા હતા અને આ પૂરો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી દીધો હતો. વિડીયો વાયરલ થતાની સાથે જ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે વિડીયોને આધારે તપાસ હાથ ધરી હતી જેમાં પાંચેય યુવાનોની ઓળખ થઈ હતી જેમાં એક સગીર પણ શામેલ હતો.
હાલ સ્થાનિક પોલીસે સાગર ડોડીયા અને અભિષેક હરણેશાની ધરપકડ કરી લીધી હતી અને પૂછતાછ કરતા આ બંને યુવા આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો હતો. હજી બૈકા ત્રણ યુવાનોની શોધમાં પોલીસ લાગેલી છે. ACP જે.એસ.ગેડમે જણાવ્યું કે સોશિયલ મીડિયા પરથી એક વિડીયો અમને પ્રાપ્ત થયો હતો જેમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ રહી હોય તેવું લાગતું હતું.
જે પછી વિડીયોનાં આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી જે પછી શોધખોળ કરતા વિડીયોમાં દેખાતા બે યુવાનો ધરપકડમાં આવી ચુક્યા હતા. પોલીસની પણ ફક્ત એવી જ સલાહ છે કે આવા વિડીયો દ્વારા ફેમસ થવા માટે ક્યારેય પોતાના જીવને જોખમમાં મુકવો જોઈએ નહી. તમે આ ઇનસ્ટાગ્રામ રીલ્સ વિશે કેવો અભિપ્રાય ધરાવો છો કમેન્ટમાં જરૂર જણાવો.