જો તમે પણ વાસી ખોરાક ખાતા હોય તો જાણી લેજો વલસાડની આ ઘટના! વાસી ખોરાક બે બાળકોને ભરખી ગયો અને ચાર લોકો….
મિત્રો આપણા દેશમાં અનેક એવા લોકો છે જે જુગાડ કરી કરીને જ પોતાનો સમય અને ખર્ચ બચાવે છે. એવામાં પોતાનો પૈસા બચાવા અને ખોરાકને બચાવા માટે ક્યારેક રાતનો બનાવેલો ખોરાક સવારે પણ ખાતા હોય છે જેથી ખર્ચ અને સમય બંને બચી જાય છે. પણ આવા બચાવમાં આવેલ ખર્ચ ક્યારેક માથે પડતો હોય છે કારણ કે વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝન થઈ શકે છે જેમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.
રાજ્યના વલસાડના કપરાડા માંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે જ્યાં એક પરિવાર દ્વારા રાતના વાસી ભાત ખાવામાં આવ્યા હતા જે પછી પરિવારજનોની તબિયત બગડી હતી, એવામાં આ પોઝીનીંગને લીધે બે માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જયારે એક સાથે છ પરિવારજનોને આ ઝેરી અસર થતા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ જીલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના લોકોને થતા કાફલો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, એટલું જ નહી આ ઘટનાને પગલે ગામમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. આરોગ્ય વિભાગની તપાસમાં જજાણવા મળ્યું હતું કે વિરશેત્રમાં રેહતા આ પરિવારના લોકોએ વાસી ભાત સાથે કરચલાનું શાક ખાધું હતું.
એવામાં ભાત બે દિવસ વાસી હોવાને લીધે ફૂડ પોઝીનીંગની આ ઘટના બની છે તેવું હાલ તપાસમાં સામે આવ્યું છે. એવામાં આવો વાસી ખોરાક લેતાની સાથે જ આખા પરિવારની તબિયત લથડી હતી આથી તેઓને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક ત્રણ વર્ષીય અને છ વર્ષીય બાળકીનું મૃત્યુ થયું હતું, આ ઉપરાંત ૪ પરિવારજનો હોસ્પીટલમાં સારવાર હેઠળ છે જેની હાલત ખુબ જ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.