ગંગા નદીમાં એક જ પરિવારના 4 લોકો સ્નાન કરતા કરતા ડૂબ્યા! 2 બાળકોના મૃત્યુ થતા ધ્રુસકે ધ્રુસકે…જુઓ આ વિડીયો

મિત્રો હાલ વરસાદી ઋતુ ચાલી રહી છે એવામાં લોકો નયનરમ્ય દ્રશ્યો માણવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે જ્યાં ક્યારેક એક ભૂલને લીધે મોટી દુર્ઘટના ઘટી જતી હોય છે. એવામાં હાલ આવી જ એક ઘટના બિહારની રાજધાની પટના માંથી સામે આવી છે જ્યાં ગંગા નદીમાં ન્હાતા એક પરિવાર પાણીમાં સ્નાન કરતા કરતા ડૂબવા લાગ્યો હતો જેમાં એક બાળકને તો સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો જયારે બાકીના લોકો પાણીમાં ગરકાવ થયા હતા.

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને NDRF ની ટીમ પણ ઘટના સ્થળે હાજર થઈ ચુકી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી, જેમાં નદીમાં શોધ કરતા પાણીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જેને જોઈને માતા પિતાએ પણ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું. જ્યારે તુન્ની યાદવની દીકરી રવિવારે તેના બે બાળકો સાથે અને ભત્રીજા સાથે ગંગા મંદિર ઘાટ પર સ્નાન કરવા માટે આવ્યા હતા.

જ્યાં નદીની ઊંડાઈ જાન્ય વગર જ પાણીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા હતા જે પછી આ ચાર લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જે પછી ત્યાં રહેલા સ્થાનિકોની નજર તેઓ પર પડતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને નદીમાં ડૂબતા આ ચારેયની મદદ કરી હતી જેમાં આ મહિલા સાથે રહેલ એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો જયારે અભી કુમાર અને ચાર વર્ષીય રુદ્ર કુમાર એમ બે બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. આ ઘટના બનતાની સાથે જ ઘાટ પર ભારે દોડધામ મચી ગઈ અને પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ.

આ પૂરી ઘટના વિડીયોમાં કેદ થતા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને જોઇને લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. એક સાથે બે બાળકોના મૃત્યુ થતા પરિવારજનો પર દુઃખના વાદળો ફાટ્યા હતા. આ અકસ્માત બાદ મૃતકના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *