અંતિમ શ્વાસ સુધી મૌત સામે લડતી રહી આ ૪ વર્ષીય માસુમ પણ ભગવાનને તે મંજુર ન હતું …જાણો શું થયું આ દીકરી સાથે?
હાલના સમયમાં ધીરે ધીરે ફરી એક વખત કોરોના વકરી રહ્યો છે, એટલું જ નહી મંકીપોક્સ જેવો એક બીજો રોગ પણ સામે આવ્યો છે. પણ હાલ અમે જે ઘટના વિશે જણાવના છીએ તે કોઈ રોગ કે તેની નથી પણ એવી બહાદુર દીકરીની છે જે પોતાના જીવન માટે મૃત્યુ સામે અંતિમ શ્વાસ સુધી લળતી રહી. આ ઘટના જાણ્યા પછી ઘણા લોકો ભાવુક થયા હતા.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના યુપીના એટા ગામમાંથી સામે આવી છે જ્યાં આ ચાર વર્ષીય માસુમ ઓક્સીજનના અભાવે પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. જાણકારી અનુસાર જ્યારે આ પીડિત માસુમની હાલત ગંભીર થતા તેને ઓક્સીજન લગાવામાં આવ્યો હતો પણ ઓક્સીજન પાઈપમાં લગાવેલી પાઈપલાઈનમાં લાગેલ વોલ્વ ખરાબ નીકળ્યો આથી આ માસુમને આગ્રા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પણ ત્યાં પોહચતાની સાથે જ બાળકીનું મૌત નીપજ્યું હતું.
નીધૌલીના નગલા ફકીર ગામના રેહવાસી મુકેશ કુમારની ચાર વર્ષીય દીકરી મન્નુ શનિવારના રોજ સારવાર માટે મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ મન્નુને તાવ અને નીમોનીયા છે તેવું કહ્યું હતું ત્યાં ડો.શિવમ દીકરીની સારવાર કરી રહ્યા હતા ત્યાં મન્નુના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા જે પછી ડોકટરે તેને ઓક્સીજન માસ્ક લગાવ્યું હતું પણ ઓક્સીજન લાઈનમાં વોલ્વ હોવાને લીધે આ માસુમને ઓક્સીજન મળ્યું નહી.
જે પછી મન્નુને હેમખેમ રીતે બીજા બેડ પર રાખવામાં આવી ત્યારે તેના માંડ માંડ ઓક્સીજન મળ્યો હતો, એવામાં મન્નુને આગ્રાની હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ મંગાવામાં આવી હતી જેમાં જાણ થઈ કે આ એમ્બ્યુલન્સમાં ઓક્સીજન જ નથી, જે પછી બીજી એમ્બ્યુલન્સ પણ મંગાવામાં આવી હતી પણ તેમાં પણ ઓક્સીજનનો અભાવ જોવા મળ્યો હતો. આથી કલાકો સુધી ઓક્સીજન વાળી એમ્બ્યુલન્સની રાહ જોઈ હતી આથી કલાકો સુધી આ ચાર વર્ષીય મન્નુને ઓક્સીજન ન મળ્યો અને તે આગ્રા પોહચતાની સાથે જ મૃત્યુ પામી હતી.