જુનાગઢ: માતા અને નવજન્મેલી દીકરીની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું! તસ્વીરો જોઈ તમારી આંખો માંથી આસું સરી પડશે
મિત્રો જુનાગઢમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં એક માતા સાથે હજી નવજન્મેલી દીકરીએ પણ જીવ ગુમાવી દેતા આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જણાવી દઈએ કે જુનાગઢના રેહતા મયુર સોલંકીના પુત્ર શ્રીનાથ સોલંકીની પત્ની મોનિકા સોલંકી ગર્ભવતી હતી. પરિવારમાં નવો મેહમાન આવવાનો હોવાને લીધે આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો.
પણ શું ખબર હતી કે આ ખુશીનો માહોલ લાંબા સમય સુધી ટકી શકશે નહી, એવામાં મોનીકાબેનના ડીલીવરીના સમયે તેઓનું હદય બેઠી જતા તેઓ તે જ સમયે મૃત્યુ પામ્યા હતા પણ તેઓના ગર્ભમાં રહેલ બાળક હજી જીવિત હતું જે પછી ડોકટરોએ પરિવારની સંમતી લઈને આ બાળકને સિઝેરિયન કરીને બચાવી લેવામાં આવ્યું હતું, એક બાજુ પરિવારે પોતાની વહુ ગુમાવ્યાનું દુઃખ હતું પણ બીજી બાજુ મોનીકાબેન જતા જતા દીકરીને જન્મ આપતા ગયા તેથી ખુશ હતા.
પણ શું ખબર હતી કે આ ફક્ત પલ ભરની ખુશી છે, દુખની વાત તો ત્યારે બની કે જ્યારે આ નવજન્મેલી બાળકીને ઇન્ફેકશન થતા તે પણ મૃત્યુ પામી. આવું થતા આખો પરિવારની આંખો માંથી આંસુ સરી પડ્યા હતા જ્યારે સ્વ.મોનીકાબેનના પતિ શ્રીનાથે તો પોતાના પરથી જ કાબુ જ ગુમાવી દીધો હતો અને હિબકે ચડ્યા હતા કારણ કે તેઓએ પોતાની પત્ની અને હજી દુનિયામાં આવેલ દીકરીને જ ગુમાવી દીધી હતી.
સોલંકી પરિવાર દ્વારા આવા દુખના સમયમાં પણ તેઓએ સમાજને એક સારો એવો માનવ સેવાનો રસ્તો પૂરો પાડ્યો હતો. આ પરિવાર દ્વારા મોનીકાબેનની આંખો દાન કરવામાં આવ્યું હતું જે જુનાગઢ પંજુરી આઈ કલેક્શન સેન્ટર દ્વારા ૧૧૪મુ હતું. એવામાં મોનીકાબેન જતા જતા પણ બે લોકોને પોતાની આંખની રોશની દેતા ગયા હતા.
એવામાં માતા અને દીકરીની અંતિમયાત્રાને આખો સમાજ યાદ રાખે એવી રીતે વિદાય આપી હતી, આ વિદાયની અનેક ભાવુક તસ્વીરો સામે આવતા લોકોનું પણ હૈયું કંપી ઉઠ્યું હતું. તસ્વીરોમાં પણ જોઈ શકાય છે કે પિતા દીકરીને ગળે મળીને કેવી રીતે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. આ જોઇને સૌ કોઈની આંખો ભીની થઈ ચુકી હતી, દરેક વ્યક્તિએ ફક્ત એવી જ પ્રાથના કરી હતી કે ભગવાન આ બંનેની આત્માને શાંતિ આપે.ઓમ શાંતિ.