બે વર્ષ પછી ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયામાં ગરબાની રમઝટ બોલાવી! તસ્વીર જોઇને તમે પણ કેહશો ‘આતો ગુજ્જુ લોકોની મોજ
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કોરોનાએ બે વર્ષ દુનિયામાં ભારે હાહાકાર મચાવી દીધો હતો, એવામાં ભારત દેશના ઘણા બધા એવા પરંપરાગત અને ધાર્મિક તેહવારો ઉજવામાં પણ મર્યાદા રાખવામાં આવી હતી, એટલું જ નહી ગુજરાતીના લોક જાણીતા અને ફેમસ માનવામાં આવતા ગરબા રમવા પર પાબંધી રાખવામાં આવી હતી.
પણ હવે કોરોના કેસો ઘટતા આ વખત એવું લાગી રહ્યું છે નોરતામાં ગરબા રમવાની છૂટ મળી શકશે, આથી હાલ તો રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારથી જ ગરબા ક્લાસ શરુ થઈ ચુક્યા છે અને લોકો ખુબ જોરોશોરોથી નવરાત્રીની તૈયારી કરવા લાગ્યા છે. પણ જો વાત કરવામાં આવે વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓએ નવરાત્રીની અત્યારથી જ રમઝટ બોલાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે.
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની અંદર વસતા ગુજરાતી લોકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જાણીતા ગાયક સાગર પટેલે પોતાના તાલ પર સૌ કોઈને નચાવ્યા હતા. લોકોએ આ પ્રોગ્રામમાં એટલા હૈયાભેર રીતે ભાગ લીધો કે જોઇને તમને પણ ગરબા કરવાનું મન થઈ જશે. ઓસ્ટ્રેલિયામાં રેહતા ગુજરાતી વસ્તીએ ભારે સંખ્યામાં આ પ્રોગ્રામમાં પોહચ્યા હતા.
વિદેશ ગયા હોવા છતાં ગુજરાતી લોકોએ પોતાની ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખી હતી, હજી તો નવરાત્રીને થોડાક જ મહિનાની વાર છે ત્યાં જ તે ઓસ્ટ્રેલિયાના બીર્સ્બેનમાં વસતા એક ગુજરાતી પરિવાર દ્વારા પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી લોકોએ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ગરબા ક્ર્વાનો આનંદ માણ્યો હતો.
આ પ્રી નવરાત્રીના પ્રોગ્રામમાં ગુજરાતના જાણીતા ગાયક સાગર પટેલે હાજરી આપી હતી અને ગુજરાતી ગીતો ગાયને લોકોને પોતાના ગીતો પર ગરબા કરાવ્યા હતા. વિદેશમાં ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખવા માટે દર વર્ષે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે પણ છેલ્લા બે વર્ષોથી કોરોનાકાળને લીધે આ પ્રોગામ બંધ રહ્યો હતો એવામાં બે વર્ષ પછી આશિષ પટેલ અને જય ગજાનન ગ્રુપ દ્વારા આયોજન કરતા ગુજરાતી લોકો ઉત્સાહિત થયા હતા.