‘હું ગંગા કિનારે મરવા જાવ છું’ સુસાઈડ નોટમાં આવું જણાવી સગીરા ઘરેથી નીકળી ગઈ! વાલીઓએ કારણ ખાસ જાણવું
મિત્રો તમને જણાવી દઈએ કે હાલ હમણાં જ તે CBSE બોર્ડનું પરિણામ આવ્યું હતું, એવામાં આ પરિણામ અમુક વિધાર્થીઓનું સારું આવ્યું હતું જ્યારે અમુક વિધાર્થીનું પરિણામ ખરાબ આવ્યું હતું. એવામાં મુજફ્ફ્રરપુરના ગણેશદત્ત નગરમાંથી ખુબ હચમચાવી દેતી ઘટના સામે આવી હતી જેમાં એક સગીર વયની દીકરી ઘરે સુસાઈડ નોટ મુકીને નીકળી ગઈ હતી જે પછી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી તેમ છતાં તેની કોઈ ખબર મળી હતી નહી.
જણાવી દ ઈએ કે ચંદ્રમણી લલન નામના વ્યક્તિની દીકરી શ્રેયા કુમારી(ઉ.વ.15) તેના દાદાના ઘરે ગઈ હતી એવામાં 23 જુલાઈના રોજ તે અચાનક જ ઘરેથી ગાયબ થઈ ચુકી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શ્રેયાના ધોરણ 10 CBSE પરિણામ આવ્યું હતું જેમાં શ્રેયાને ધાર્યા કરતા ઓછા ટકા આવતા તે ખુબ ખોવાયેલી રેહતી હતી. શ્રેયાએ 90 ટકા ધાર્યા હતા પણ તેને ફક્ત 59 ટકા આવતા તે ખુબ નિરાશ થઈ હતી.
આ નિરાશાને નિરાશામાં જ તે એક બેગ, પાણીની બોટલ અને મોઢે કપડું બાંધીને દાદાના ઘરેથી નીકળી ગઈ હતી જે પછી તે ક્યારેય પરત ફરી હતી નહી. જ્યાંરે દાદા શિવશંકરભાઈએ શ્રેયાને રૂમમાં ન જોઈ તો તેઓએ સીધો તેના માતા પિતાને ફોન કર્યો હતો અને આ પૂરી જાણ કરી હતી. જે પછી શ્રેયાના માતા પિતા પણ દીકરીને શોધવામાં લાગી ગયા હતા, એવામાં તેઓને શ્રેયા તો નહી પણ તેમના રૂમ માંથી એક સુસાઈડ નોટ મળી આવ્યો હતો જે શ્રેયાએ લખ્યો હતો.
શ્રેયાએ પોતાના આ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે ‘મમ્મી પપ્પા મને માફ કરી દેજો, મારે હવે આ દુનિયાથી જાવું પડશે. ખુબ જીવી લીધું મેં એવામાં હવે મારામાં વધારે જીવન જીવવાની શક્તિ રહી નથી. તમારી ખુબ યાદ આવશે, એવી પ્રાથના કરું ચુ કે આગલા જન્મમાં પણ મને તમારી જેવો જ પરિવાર મળે. મહેરબાની કરીને મારી લાશ શોધવાનો પ્રયત્ન ન કરતા કારણ કે તે તમને મળશે જ નહી, હું ગંગા નદીના કિનારે જીવ આપવા જઈ રહી છું.’
એવામાં આવો સુસાઈડ નોટ માતા પિતા વાચતા બંનેની આંખો માંથી આસું સરી પડ્યા હતા. જે પછી પરિવારજને નજીકના પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની રીપોર્ટ લખાવી હતી. પોલીસે આ દીકરીને શોધવા માટે ચપ્પો ચપ્પો છાન માર્યો તેમ છતાં તેઓને કોઈ અતોપતો લાગ્યો હતો નહી, હાલ પરિવારજનો દુઃખમાં ગરકાવ થયેલા છે.