ગુજરાતના આ ગામમાં છે ભગવાન શિવનું અનોખું મંદિર! દિવસમાં ફક્ત બે વખત જ ભગવાન શિવના દર્શને કરી શકે છે ભક્તો…દર્શને જઈને તમારું મન કુશ થઈ જશે

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એવામાં હાલ સોશિયલ મીડિયા પર ભગવાન શીવને લગતા અનેક વિડીયો અને મંદિરો વિશે જાણવા જેવું મળી રહે છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ભગવાન શિવના એવા મંદિર વિશે જણાવના છીએ જે દિવસમાં ફક્ત બે વખત જ ભક્તોને દર્શન આપે છે. હવે તમને એવું થતું હશે કે આવું કેમ? તો ચાલો તમને આ મંદિર વિષે વિગતે જણાવીએ.

જણાવી દઈએ કે ભગવાન શિવનું અનોખું મંદિર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ છે, જે જીલ્લાના 175 કિમી દુર આવેલ જંબુસરમાં આવેલ કંબોઈ નામના ગામમાં આવેલ છે. માહિતી અનુસાર તો ગાંધીનગરથી અહી પોહચવા માટે ફક્ત ચાર કલાકની સફર કરવી પડે છે. અહી જવા માટે બીજા ઘણા રસ્તા છે, તમે ટ્રેનમાં સફર કરીને પણ અહી જઈ શકો છો જે પછી તમારે ગામમાં પોહચવા માટે ટેક્સી બંધાવી પડશે.

જો આ મંદિર વિશે વાત કરવામાં આવે આ મંદિરનું નામ સ્તંભેશ્વર છે, ભગવાન શિવનું આ અનોખું મંદિર અરબ સાગર અને ખંભાતની ખાડી વચ્ચે આવેલ છે અને લગભગ 150 જેટલું આ મંદિર જુનું છે. આ મંદિરનો ચમત્કાર જોવા માટે ભક્તોએ રાતથી સવાર સુધીની રાહ જોવી પડે છે કારણ કે આ મંદિર અરબ સાગર અને ખંભાતની ખાડીની વચ્ચે આવેલ હોવાના લીધે પાણીથી ડૂબેલું રહે છે. ભક્તોનું એવું માનવું છે કે સમુદ્ર પણ ભગવાન શિવનો અભિષેક કરે છે.

પ્રકુતિને કારણે જયારે સમુદ્રની સપાટી વધે છે ત્યારે આ મંદિર આખું પાણીમાં સમર્પિત થઈ જાય છે અને ઓટ આવતાની સાથે જ ફરી એક વખત ભગવાન શિવનું આ મંદિર દેખાવા લાગે છે અને લોકો દર્શને જઈ શકે છે. આ મંદિરની રચના સાથે પણ એક ખુબ સારી એવી વાર્તા જોડાયેલી છે. શિવપુરાણને આધારે તાદુકાસુર નામના એક રાક્ષસે પેહલા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને તેઓની પાસે વરદાન માંગ્યું હતું કે તેને ફક્ત શિવ પુત્ર જ મારી શકે, આ વરદાન ભગવાને આપી પણ દીધું હતું.

જે પછી તાડકાસુર આ વરદાનને લીધે ગમે તેમ તબાહી મચાવા લાગ્યો જે પછી ઋષિ મુનીએ ભગવાન શિવ પાસે મદદ માટે ગુહાર લગાવી. આ બાદ ભગવાન શિવે શ્વેત પર્વત કુંદ દ્વારા ફક્ત છ દિવસમાં કાર્તિકેયને જન્મ આપ્યો. કાર્તિકેયએ આ રાક્ષસનું વદ કરી નાખ્યું પણ પછી તેને ખબર પડી કે તે એક શિવ ભક્ત હતો આથી ભગવાન વિષ્ણુની સલાહને આધારે કાર્તિકેયએ જ્યાં તેણે રાક્ષસનો વદ કર્યો ત્યાં જ ભગવાન શિવલિંગની સ્થાપના કરી દીધી હતી અને હવે આ એક મંદિર બની ચુક્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *