રજામાં તમે બહાર જવાનો પ્લાન બનાવતા હોય તો જાણી લેજો આ આગાહી વિશે! રાજ્યમાં આવનાર ત્રણ દિવસોમાં આ વિસ્તારમાં ભારે વરસાદ…..

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તક ગુજરાતમાં ચોમાસુ જમું ગયું છે, એવામાં મેઘરાજાની પેલા રાઉન્ડમાં તોફાની બેટિંગ પછી હવે બીજા રાઉન્ડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યના અનેક જળાશયો અને ડેમો છલોછલ ભરાય ગયા છે કારણ કે સીઝનનો 50% વરસાદ તો ઋતુનઈ શરૂઆતમાં જ પડી ગયો છે.

એવામાં હાલ ફરી ગુજરાતને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર ત્રણ દિવસ રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મણ મહકીને વરસી શકે છે. હાલ તો ઉત્તર ગુજરાતના અને કચ્છ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલું જ નહીં શનિવાર અને રવિવાર આ વિસ્તારોમાં મેઘમહેર થઇ શકે છે.

ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના રાજ્યના ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, રાજકોટ અને બોટાદમાં પણ વરસાદને લઈને યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ શનિવાર અને રવિવાર રાજ્યમાં મેઘો વરસી શકે છે.

આ વખતનું ચોમાસુ દર વર્ષના ચોમાસાનો રેકોર્ડ તોડશે તેવી આશંકા હાલ લોકો વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 60% જેટલો વરસાદ વરસી ચુક્યો છે, આથી રાજ્યના અનેક જળાશયો ભયજનક સપાટી પરથી વહી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા દીવ, દમણ, વલસાડ અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *