પાટણનો યુવક અમરનાથ યાત્રાએ ગયો હતો પણ શું ખબર હતી કે આ તેની અંતિમ યાત્રા હશે! મળ્યું કમકમાટી ભર્યું મૌત…જાણો શું થયું?

હાલ અમરનાથની યાત્રા ચાલી રહી છે જેમાં ભગવાન શિવના ભક્તો ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલેના’ નાદ સાથે ખુબ શ્રધા સાથે યાત્રા કરી રહ્યા છે. પણ આ યાત્રા દરમિયાન એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે જેમાં ગુજરાતના એક યુવાનનું ઓક્સીજન લેવલ ઘટી જતા તેનું કમકમાટી ભર્યું મૌત નીપજ્યું હતું. જે પછી તેઓના મૃતદેહને હવાઈ જહાજના માધ્યમથી અમદાવાદ લાવામાં આવ્યો હતો, આ સમચાર મળતાની સાથે જ યુવકના પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

જણાવી દઈએ કે આ યુવાનનું નામ હાર્દિક મુકેશભાઈ રામીની છે, જે 15 જુલાઈના રોજ મિત્ર આશિત હેમંતભાઈ તન્ના, નીશું ઠક્કર અને ક્રીશ પ્રજાપતિ સાથે અમરનાથની યાત્રા માટે નીકળ્યા હતા. એવામાં 19 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાના ટકોરે અચાનક જ હાર્દિકભાઈને શ્વાસો શ્વાસની ક્રિયામાં તકલીફ થવા લાગી હતી અને ઓક્સીજન લેવલ ઓછુ થતા તેઓ ઢળી પડ્યા હતા જે પછી આસપાસના અન્ય યાત્રાળુઓ પણ દોડી આવ્યા હતા પણ ત્યાતો હાર્દિકભાઈનું મૃત્યુ થયું હતું.

હજી ગુફાથી તેઓ 10 કિમી. દુર હતા ત્યાં આ ઘટના બનવા પામી હતી. આ ઘટનાની જાણ થતા પાટણના લોકો તરત જ દિલ્હીથી અમરનાથ જવા નીકળી ગયા હતા પણ તેઓને દિલ્હીમાં જ અટકાવી દેવામાં આવ્યા હતા. હવે હાર્દિકભાઈના પાર્થિવ શરીરને લાવવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે થઈને ગુજરાત સરકારે સંપર્ક સાંધ્યો હતો અને હવાઈ જહાજના માધ્યમથી હાર્દિકભાઈના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

હાર્દિકભાઈના દેહને પ્રાઇવેટ ફ્લાઈટમાં ગુજરાત લાવામાં આવ્યા હતા, આ ઘટનાની જાણ ગામને થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જ્યારે મૃતક યુવકના માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા જ્યારે મિત્રો પણ શોકમાં ગરકાવ થયા હતા. હાર્દિકભાઈ અમરનાથની યાત્રાએ ગયા હતા પણ આ તેઓની અંતિમ યાત્રા બની ગઈ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *