દક્ષીણ આફ્રિકામાં રેહતા બે ગુજરાતી ભાઈઓ પર થયો ગોળીબાર! એકનું મૃત્યુ થતા પરિવાર હિબકે ચડ્યો….જાણો ગુજરાતના ક્યાંના વતની છે આ ભાઈઓ
મિત્રો આમ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ભારતમાંથી વિધાર્થીઓ અને અમુક બિઝનેસમેનો વ્યવસાય કરવા માટે વિદેશ જતા હોય છે, એવામાં ક્યારેક યુદ્ધ તો ક્યારેક લુંટફાટને લીધે ભારતના રેહવાસીઓને જીવ ગુમાવાનો પણ વારો આવતો હોય છે. હજી થોડા સમય પેહલા ક યુક્રેન રશિયા વચ્ચે લડાયેલા યુદ્ધમાં ભારતના ઘણા નાગરિકો અને વિધાર્થીઓનું મૃત્યુ થયું હતું.
હાલ ફરી એક વખત દુખદ ઘટના સામે આવી છે જેમાં બે ગુજરાતી ભાઈઓ દક્ષીણ આફ્રિકા વ્યસાય માટે ગયા હતા. એવામાં બંને દક્ષીણ આફ્રિકાના ઝિમ્બાબ્વેની રાજધાની લુસાકાથી 130 કિમી દુર આવેલ કાબવ ટાઉનમાં રેહતા હતા, જ્યાં તેઓની એક ગ્રોસરી શોપ હતી જેને આ બંને ભાઈઓ સાથે મળીને ચલાવતા હતા.
એવામાં જ્યારે તેઓ ઘરે સુય રહ્યા હતા ત્યારે સવારના ૩થી 4 વાગ્યાના સમયમાં નીગ્રો લુટેરાઓ ઘરમાં ઘુસી ગયા હતા, એવામાં થોડી હલચલ થતા એક ભાઈ ઉઠી ગયો હતો આથી લુંટેરાઓએ ગોળીબારો કર્યો હતો જેમાં યુવકને ગોળી વાગતા તે ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો હતો એવામાં યુવકનો ભાઈ બચાવા માટે આવ્યો તો એને પણ ગોળી મારવામાં આવી હતી.
આ બંને ભાઈનું નામ અનુક્રમે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા છે, જે મૂળ ગુજરાતના ભરૂચના ટંકારીયા ગામના નિવાસી છે. આ બે ભાઈ પૈકી ઇમરાન ઈબ્રાહીમને ગોળી વાગતા તેનું મૃત્યુ થયું હતું જ્યારે અજમદ ઈબ્રાહીમ મદદ આવ્યો તો તેને પણ ગોળી મારવામાં આવી પણ તેને હાથના ભાગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા ભરૂચમાં રેહતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.