દૂધ, ઈંડા અને માંસ કરતા પણ વધુ પ્રોટીન હોય છે આ શકાહારી વસ્તુમાં! વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વાર
આજે અમે તમારા માટે સોયાબીનના ફાયદા લાવ્યા છીએ. પ્રોટીનની ઉણપને પહોંચી વળવા માંસાહારી લોકો ઈંડા, માછલી અને માંસનું સેવન કરે છે, પરંતુ જે લોકો શાકાહારી છે તેઓ પ્રોટીનયુક્ત ખોરાકની શોધમાં હોય છે. આવી સ્થિતિમાં, સોયાબીન તેમના માટે સારો વિકલ્પ સાબિત થાય છે, કારણ કે તે ઇંડા, દૂધ અને માંસ કરતાં વધુ પ્રોટીન ધરાવે છે. ખાસ વાત એ છે કે સોયાબીનને ડાયટમાં સામેલ કરવાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો.
આ સિવાય તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન ઇ, મિનરલ્સ અને એમિનો એસિડ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, જે શરીરની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત અનેક રોગોની સારવારમાં ખૂબ જ અસરકારક છે. ડાયેટ એક્સપર્ટ ડૉ. રંજના સિંહ કહે છે કે શરીરની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત સોયાબીનનું સેવન અનેક રોગોની સારવારમાં ખૂબ અસરકારક છે. શારીરિક વિકાસ, ત્વચાને લગતી સમસ્યાઓ અને વાળની સમસ્યાઓની સારવાર પણ સોયાબીનથી શક્ય છે.
તમે દિવસમાં 100 ગ્રામ સોયાબીન પણ ખાઈ શકો છો. 100 ગ્રામ સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 36.5 ગ્રામ છે. દિવસમાં એકવાર તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. જે લોકોમાં પ્રોટીનની ઉણપ હોય તેમના માટે તે સારું છે. હાલના સમયમાં તો શિયાળની ઋતુ ચાલી રહી છે તો એવામાં સૌ કોઈને એવી ઈચ્છા હોય છે કે તે કેવી રીતે પોતાના શરીરને સ્વસ્થ રાખે અને કઈ રીતે કોઈ બીમારી થી બચે, તો એવામાં આપણે સૌ કોઈએ ખોરાકમાં કાળજી લેવાની રહે છે.