છાસમાં ઉમેરો આ વસ્તુ અને પછી કમાલ જુઓ, ફાયદા જાણીને તમે પણ આજે આ કરવાનું શરુ કરી દેશો, જાણો તેના ફાયદા વિશે

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલ હજુ થોડા સમય પેહલા જ કોરોનાની કેહર ગઈ છે પણ હજી પણ કોરોના સાવ ગયો નથી આથી લોકો નવા નવા નુસ્ખા અપનાવતા હોય છે જેના લીધે તે પોતાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો ક્રરી શકે અને શરીરને સ્વસ્થ રાખી શકે, તો આજના આ લેખના માધ્યમથી એક એવી સ્વાસ્થને લગતા ખોરાક વિશે જણવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ વ્યક્તિને તંદુરસ્ત રાખવામાં ખુબ ઉપયોગી છે.

છાસ ક્યાં વ્યક્તિને નહી પસંદ હોય, છાસનો સ્વાદ સૌ કોઈ પસંદ હોય છે એટલું જ નહી નાના બાળકોથઈ લઈને મોટા વડીલો સુધીના તમામ લોકોને છાસ ખુબ પસંદ હોય છે અને તે ખોરાકની સાથે તેનું સેવન કરવાનું પસંદ કરે છે. પણ શું તમને ખબર છે? છાસમાં ચિયા બીજ નાખીને પીવાથી શરીરને ઘણા બધા ફાયદા થયા છે, તો ચાલો તમને આજે તેના તમામ ફાયદા વિશે જણાવી દઈએ.

તમને જણાવી દઈએ કે છાસમાં કાર્બોહાઈડ્રેટ અને રાઈબોફ્લેવીન જેવા ઘણા પોષણશમ ગુણો હોય છે જ્યારે ચિયાના બીજમાં ફોસ્ફરસ અને મૈગેનીઝ જેવા ગુણો હોય છે. આથી જયારે તમે છાસ અને ચિયા બીજ સાથે મેળવીને પીવો છો તો શરીરમાં કેલેરી, પ્રોટીન, ફાયબર અને કેલ્શિયમ જેવા ગુણો પ્રાપ્ત થતા હોય છે.

છાસ અને ચીય બીજ બંને સાથે મેળવીને પીવાથી હાડકા મજબુત થાય છે આથી મોટી ઉમરના તમામ લોકોએ આ પીવું જોઈએ જેથી હાડકાની મજબુતી વધે અને શરીર તંદુરસ્ત રહે. આપને જાણીએ જ છીએ કે કોઈ પણ રોગ સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોવી તે કેટલી મહત્વની છે, જો તમે ખોરાક સાથે છાસમાં ચિયા બીજ ઉમેરીને લેશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં ખુબ વધારો થશે અને કોઈ પણ રોગ સામે તમે લડી શકશો.

છાસ અને ચિયા બીજના મિશ્રણમાં એન્ટી-ઇફ્લેમેટરી હોય છે જે શરીરનો દુખાવો અને સોજો દુર કરે છે, એટલું જ નહી તમે જો તમારા વજનથી ખુબ પરેશાન હોવ તો રોજ આ મિશ્રણ કરી ને સાથે પીશો તો તમારા વજનમાં પણ ઘણો ખરો ઘટાડો થશે અને પેટમાં થતી મુશ્કેલીઓનો તરત જ હલ આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *