શું તમે મીઠા લીમડાના આ ફાયદાથી વાકેફ છો? મીઠો લીમડો શરીર પર રહેલ…..જાણો તેના ફાયદા અને તેને કેવી રીતે ઉપયોગમાં લેવું તેની રીત
કોણ એવું વ્યક્તિ હશે જે મીઠા લીમડાના પાનથી વાકેફ નહી હોય, મિત્રો જણાવી દઈએ કે આપણે રોજબરોજના ખોરાકમાં જેવા કે શાક દાળભાતમાં મીઠા લીંબડાને નાખીએ છીએ, પણ લોકોને લાગે છે કે તે ફક્ત સ્વાદ સારો કરવા માટે ઉપયોગી થાય છે પણ નાં, એવું નથી મીઠા લીંબડાના પણ ઘણા બધા ફાયદા છે જે ખુબ ઓછા લોકો જાણે છે, તો ચાલો આ લેખના માધ્યમથી તમને તેના ફાયદાઓથી પરિચિત કરાવીએ.
તમને જણાવી દઈએ કે મીઠો લીંબડો આપણા માટે ખુબ ગુણકારી હોય છે જે આપણે રોજબરોજ ખોરાકમાં લેતા હોઈએ છીએ, તેના પાન પણ લીંબડા જેવા જ નાના હોય છે પણ આ બંને લીંબડાનો સ્વાદ સરખો હોતો નથી. આ મીઠા લીંબડાના સેવનથી શરીરને ઘણા બધા લાભો પ્રાપ્ત થાય છે.
ડોકટરો જણાવે છે કે મીઠા લીંબડામાં વિટામીન બિ૧, બિ૩, બિ૭, આયર્ન, કેલશ્યમ અને ફોસ્ફરસ ખુબ ભરપુર પ્રમાણમાં હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને થતી બધી બીમારીમાં આપણને મજબુત રાખે છે. જો તમને ઝાડા થયા હોય તો 3-૪ મીઠા લીંબડાના પાન અને એક ગ્લાસ પાણી ઉકાળીને તેને મેળવીને પીવાથી તમારા પેટમાં ખુબ રાહત રેહશે. એટલું જ નહી જો તમને કફની સમસ્યાથઈ પરેશાન હોવ તો એક ચમચી મધ લ્યો અને એક ચમચી મીઠા લીંબડાના પાનનો રસ મેળવી લ્યો, પછી તેને દિવસમાં 3-૪ વખત સેવન કરવામાં આવશે તો તમારા કફમાં ઘણા અંશે રાહત જોવા મળશે.
જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે જો તમને ઉલટીની સમસ્યા હોય તો મીઠા લીંબડામાં એક બે ટીપા લીંબુના રસ અને તેના ખાંડ નાખીને જો તમે એનું સેવન કરશો તો તમારી આ ઉલટીની સમસ્યા થોડા જ સમયમાં છુમંતર થશે, એટલું જ નહી મોઢા પર રહેલા ડાઘ, ખીલ જેવી અનેક સમસ્યાઓ માટે મીઠા લીંબડાનો ઉપયગો કરવો જોઈએ. જો તમારા મોઢા પર રહેલા ડાઘને મટાડવા માંગો છો તો મીઠા લીંબુને પીસીને તેમાં લીંબુનો રસ ઉમેરી તેને મોઢા પર લગાવી લ્યો, આ રીતે તેનો થોડાક દિવસ ઉપયોગ કરવાથી ડાઘા દુર થશે.