માનવતા હજુ મરી નથી ! વડોદરાની બ્રેઇન ડેડ મહિલા ના અંગ દાનથી મળ્યો પાંચ લોકોને નવજીવન..
મિત્રો આ ધરતી પર સૌથી વધુ જો કોઈ પુણ્યનું કામ હોઈ તો તે માનવ સેવા છે પરંતુ લોકો માને છે કે સેવા અર્થે ઘણા રૂપિયા કે સતા ની જરૂર પડે છે પરંતુ તમને જણાવી દઈએ કે સેવા માટે ફક્ત સેવાકીય મન અને દ્રઢ નિશ્ચય ની જરૂર છે. આપણે અહીં એક એવા મહિલા વિશે વાત કરશું કે જેણે પોતાના અંગો નું દાન કરી જરુરિયાત મંદ લોકો ની સેવા કરી. તો ચાલો સમગ્ર બનાવ વિશે વિગતે માહિતી મેળવીએ.
આ અંગદાન અંગે ની ઘટના વડોદરા શહેરથી સામે આવી છે. અહીં એક મહિલાના પાંચ અંગ ના દાન દ્વારા પાંચ લોકોના જીવ બચાવવામા આવ્યા છે. જો વાત કરીએ કે કાય અંગ અને કોને દાન કરવામાં આવ્યા છે તે બાબત અંગે તો જણાવી દઈએ કે ડોક્ટર ની ચકાસણી બાદ મહિલા ની બે કિડની અને લીવર ઉપરાંત ફેફસાં અને હૃદયનું દાન કરવામાં આવ્યું હતું.
આ અંગદાન માં મહિલા નું હૃદય ફરીદાબાદના એક દર્દી ને જ્યારે ફેફસા ને ચેન્નાઇ મોકલવામાં આવ્યા હતા. જયારે મહિલા નું લિવર અમદાવાદ ની એક હોસ્પીટલમાં જ્યારે તેમની કિડની વડોદરા માં એક જરૂરિયાતમન્દ દર્દી ને મોકલી આપવામાં આવી હતી.
જો વાત આ મહિલા અને તેઓ શા માટે બ્રેનડેડ જાહેર થયા તે બાબત અંગે કરીએ તો આ મહિલા નું નામ ધૃણાલી બહેન્ રાકેશ ભાઈ પટેલ છે. તેમની ઉંમર 37 વર્ષ હતી. તેમને એક દિવસ અચાનક ઊલટીઓ થવા લાગી હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ઈલાજ સમયે તેમને બ્લડ પ્લેટલેટમાં સતત ઘટાડા થઈ રહ્યો હતો જેના કારણે તેઓ વધુ બીમાર પડ્યા.
આ પહેલા પણ તેમને રૂમેટોઈડ આર્થરાઇટસ અને આઇ. ટી.પી. નામની બીમારીને કારણે ઈલાજ થઈ ચુકિયો હતો. તેમના ઈલાજ વખતે માલુમ પડ્યું કે તેમને બ્રેન સ્ટેમમાં બ્લિડિંગ છે એટલે કે તેમને એક્યુટ પ્રોગ્રેસીવ બ્રેન સ્ટેમ ઇન્ફ્રેક્ટ નામક બીમારીનું નિદાન થયું હતુ પરંતુ આ બીમારી ના કારણે તેઓ બ્રેન ડેડ જાહેર થયા હતા. જે બાદ પરિવાર તરફથી અંગ દાન અંગે નો મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.