પોતાની પત્નીએ ટોન્ટ માર્યો કે ‘મારી ખરીદેલ કાર ન ચલાવો’! પતીને ટોન્ટ એટલો લાગી આવ્યો કે તેણે….જાણો આ પૂરી ઘટના વિશે
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે પતી-પત્નીના સબંધમાં રોજબરોજના ઝગડાઓ ચાલતા જ હોય છે એવામાં કોઈ વખત બોલાચાલી પણ થઈ જતી હોય છે, પણ શું તમે કોઈ વખત જોયું છે કે ઝગડા ને ઝગડામાં પતી પોતાની જ કારને સળગાવી દે? હા, આવું થયું છે ભરતપુરમાં એક પતીએ આવું કૃત્ય કર્યું છે, આવું કરવા પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોકી જશો. ચાલો તમને આ ઘટના વિશે પૂરી રીતે જણાવીએ.
મિત્રો આ ઘટના ભરતપુરની છે જ્યાં આવી રોચક ઘટના બની છે પત્નીએ તેના પતીને કાર ચલાવાની નાં પાડી તો પતીએ તે કારને પેટ્રોલ છાંટીને સ્લ્ગાવનો પ્રયાસ કર્યો હતો, પતીના આ કુત્યને લીધે બાજુમાં પડેલી કારને પણ અસર થઈ હતી અને તે પણ સળગી ઉઠી હતી પણ તે કારના માલિકે તે આગને બુઝાવી ગાડી લઈને ચાલ્યો ગયો હતો.
આ ઘટનાના પગલે કોતવાલીની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવી પૂરી ઘટનાની તપાસમાં જુટી ગઈ હતી. આ ઘટનાને લઈને પૂરી સોસાયટીમાં હડકંપ મચી ગયો હતો એટલું જ નહી કારને સળગતી જોઇને ભારે ભીડ ભેગી થઈ હતી. આ ઘટનાએ પૂરી સોસાયટીમાં ચર્ચાનો એક વિષય બની ગઈ છે.
પોલીસની તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ ગાડી પર આગ લગાવનાર પતી પ્રવીણ શર્મા છે. પ્રવીણ શર્માને વિરુદ્ધ તેની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી આથી પ્રવીણ શર્માની ધરપકડ કરવામાં આવી હતી, તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે તે દિવસે પ્રવીણ ખુબ મુશ્કેલી અને ગુસ્સામાં હતો આથી આવું કૃત્યનું પગલું તેણે ભર્યું હતું.
પ્રવીણ શર્માના સસરાનું કહેવું છે કે તે મારી દીકરીને લગ્ન થયા ત્યારથી ખુબ હેરાન કરતો હતો. પછી આ કારને લઈને તેણે જણાવ્યું કે આ કાર માટે અડધા પૈસા પ્રવીણે આપ્યા હતા જ્યારે અડધા પૈસા તેની દીકરીએ(પ્રવીણની પત્ની) આપ્યા હતા પણ આ કારનો ઉપયોગ ફક્ત પ્રવીણ જ કરતો હતો.