ફરવાનું બહાનું આપીને પતિ પત્નીને બહાર લઇ ગયો અને પછી આપ્યું કરુણ મૌત! હત્યાનું કારણ જાણી ભારે આંચકો લાગશે…સરેન્ડર કર્યું
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો ફક્ત ગુજરાત જ નહી પણ આખા દેશમાંથી અનેક એવા હત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં કોઈને કોઈ વ્યક્તિ વચ્ચે ખૂની ખેલ ખેલાતો હોય છે તો અમુક વખત પતિ પત્નીના ઝગડાને લીધે આવા હત્યાનાં બનાવો સામે આવતા હોય છે. એવામાં આ હૈયું કંપાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક પતિ જ પોતાની પત્નીનો હત્યારો બન્યો હતો.
પતિ પત્નીને બહાર ફરવા લઇ જવાનાં બહાને લઇ ગયો હતો જ્યાં અધવચ્ચે રસ્તા પર જ પત્નીને મૌતને ઘાટ ઉતારી તેને ઈજાગ્રસ્ત હાલતમાં જ ત્યાં મૂકીને ચાલ્યો ગયો હતો અને પોલીસ સ્ટેશને જઈને સરેન્ડર કર્યું હતું અને હત્યાની આ આખી ઘટના વિશે જણાવી દીધું હતું. આ વાત જાણીને પોલીસ પણ હક્કા બક્કા રહી ગઈ હતી અને ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ પોહચી ત્યારે યુવતીના શરીરમાં થોડો જીવ હતો જે પછી હોસ્પિટલ સારવાર અર્થે તેને ખસેડવામાં આવી જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પૂરી ઘટના યુપીના મુરાદાબાદમાં આવેલ કુંદરકી વિસ્તાર માંથી સામે આવી હતી જ્યાં હરેન્દ્ર નામના યુવકે પત્ની દીક્ષાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી અને પછી પોતે પોલીસ સમક્ષ સરેન્ડર કરીને શા માટે હત્યા કરી તે જણાવ્યું હતું. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે હરીન્દ્રના લગ્ન દોઢ વર્ષ પેહલા થયા હતા જે પછી અચાનક જ તેને પત્ની દીક્ષા પર શંકા થવા લાગી કે તેનું અફેયર બીજા કોઈ વ્યક્તિ સાથે ચાલી રહ્યું છે અને તે આડા સબંધ પણ ધરાવે છે.
હરેન્દ્રએ જણાવેલ આ કારણને મૃતક દીક્ષાના પરિવારજનોએ નકાર્યો હતો, પરિવારજનોએ જણાવ્યું હતું કે આરોપી હરેન્દ્ર છેલ્લા થોડાક સમયથી કારની માંગની કરી રહ્યો હતો પણ આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લીધે તેની આ માંગ પૂરી થઈ શકે તેમ ન હતી. એવામાં હરેન્દ્રએ દીક્ષાને ફરવાનું બહાનું આપીને બહાર લઇ ગયો હતો જ્યાં મુરાદાબાદ હાયવે પર જ દીક્ષાને ગોળી મારી દીધી હતી અને પછી પોતે સરેન્ડર કરવા કોતવાલી પોહચ્યો હતો.
જે પછી પોલીસ ઘટના સ્થળે પોહચી તો દીક્ષામાં જીવ હતો પણ હોસ્પિટલ ખસેડતાની સાથે જ તેનું મૃત્યુ નીપજ્યું. આ ઘટનાને પગલે પોલીસે આરોપી પર સબંધિત ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.