રાજકોટ: જન્મો જન્મનો સાથ! પ્રેમલગ્ન કરેલ દંપતીએ લગ્નના ફક્ત દોઢ માસમાં જ મૌતને વ્હાલું કર્યું…કારણ જાણીને
રાજ્યમાં જો વાત કરવામાં આવે તો ગુનાહિત પ્રવૃત્તિ અને આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે ખુબ વધી રહ્યા છે, હવે તો નાના એવા બાળકો પણ ની એવી વાતને લઈને આત્મહત્યાના રવાડે ચડી ગયા છે. એવામાં રાજકોટ શહેરમાંથી ખુબ હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં એક પ્રેમલગ્ન કરેલ યુગલે આત્મહત્યા કરીને મૌતને વ્હાલું કર્યું હતું.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ સંતોષી નગરના ફાટક પાસેથી સામે આવી હતી. જ્યાં આ યુગલનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો અને બંનેની ઓળખ કરીને બંનેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા. આ સમાચાર પરિવારજનોને મળતા પરિવારના તમામ લોકો દુઃખમાં ગરકાવ થયા હતા કારણ કે હજી તેઓના પ્રેમ લગ્નને ફક્ત દોઢ માસ જ થયો હતો.
મૃતક યુવકનું નામ કરણ હતું જયારે યુવતીનું નામ સ્નેહા હતું, આ બંને છેલ્લા થોડા સમયથી એક બીજાના પ્રેમમાં હતા, એવામાં આ પ્રેમસબંધની જાણ બંનેના પરિવારજનોને થતા યુવક યુવતીના પરિવારજનો લગ્નથી સંમત થયા હતા અને બંનેના રાજી ખુશીથી લગ્ન પણ કરાવી દીધા હતા. પણ અચાનક એવું તો શું થયું કે બંનેને એક સાથે આત્મહત્યા કરવાનો વારો આવ્યો? પોલીસના મનમાં પણ આ જ સવાલ ચાલી રહ્યો છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ દંપતી સવારે 4 વાગ્યાનાં ઉઠી ગયા હતા, ઉઠ્યા પછી ઘરનું પાણી ભરીને સામે આવેલ ટ્રેનના નીચે આવીને પોતાનું જીવન ટુકાવી લીધું હતું. હજી આત્મહત્યા કરવા પાછળનું કારણ કે કોઈ સુસાઈડ નોટ જેવી કોઈ એવી વસ્તુઓ સામે આવી નથી જેનાથી કહી શકાય તેમ નથી. પોલીસે વધારે તપાસ હાથ ધરી છે અને પરિવારજનો પૂછતાછ કરી રહ્યા છે. મૃતક કરણભાઈ કોળી હતા જયારે સ્નેહાબેન દરજી હતા. કરણભાઈ મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, એવામાં તેઓએ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આર્થિક સંકટ આવી ચડ્યો છે.