જન્મો જન્મનો સાથ! કારમાં જઈ રહેલા સૈનાના જવાન અને તેની પત્નીને સ્કુલ બસે ટક્કર મારતા બંનેના કરુણ મૌત…પાંચ માસ પેલા લગ્ન

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં અકસ્માતના અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં અનેક વખત એક સાથે પતિ અને પત્ની પણ હોમાય જતા હોય છે તો અમુક વખત આવા અકસ્માતોમાં આખા પરિવારો હોમાય જતા હોય છે. એવામાં હાલ આવવો જ એક દુખદ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સાથે પતિ પત્નીનું માર્ગ અકસ્માતમાં કરુણ મૌત નીપજ્યું હતું.

જણાવી દઈએ કે આ પૂરી ઘટના રાજસ્થાનના અલવર જીલ્લા માંથી સામે આવ્યો છે જ્યાં બુધવારના રોજ જ્યારે સ્કુલ બસ જઈ રહી હતી ત્યારે બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા suv કારને ટક્કર મારતી હતી આથી કારમાં સવાર થયેલ સૈનાનો જવાન પતિએ ઘટના સ્થળ પર જ દમ તોડી દીધું હતું જયારે પત્નીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીધા હતા. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતક વિશે જો વાત કરવામાં આવે તો મૃતક યુવકનું નામ અજય યાદવ(ઉ.વ.૨૨) છે જે ભારતીય સૈનાનો એક જવાન હતો. ૨5 ફેબુ્રઆરીના રોજ સોનમ નામની યુવતી સાથે થયા હતા. એવામાં સોનમ અને સૈનાના જવાન અજય યાદવનું એક સાથે મૃત્યુ થતા પરિવારજનો પર દુખના વાદળો ફાટી પડ્યા હતા.

આ દંપતી પોતાની કાર લઈને બહરોડ કેન્ટીનમાં ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે સ્કુલ બસે તેઓને ટક્કર મારી હતી, અકસ્માત એટલો બધો ખતરનાક હતો કે કારનો બુકડો બોલી ગયો હતો અને ધડાકા ભેર અવાજ આવ્યો હતો, જે પછી સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેને કારની બેનેટ કાપીને બહાર કાઢ્યા હતા. એવામાં અજયભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી મૃત્યુ નીપજ્યું હતું જયારે પત્નીએ હોસ્પીટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

મુખ્ય વાત તો એ છે કે જે બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી તે બસમાં લગભગ ૨૦ જેટલા વિધાર્થીઓ સવાર હતા. આ અકસ્માત થયા બાદ બસ ચાલક ઘટના સ્થળે જ બસ મુકીને ફરાર થઈ ચુક્યો હતો. હાલ પોલીસે ઘટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી છે અને આ બસ ચાલકની શોધ ખોળ શરુ કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *