ભારતનું પેહલું એવું રેલ્વે સ્ટેશન જ્યાં ફક્ત મહિલાઓનું જ વર્ચસ્વ છે! સફાઈ કર્મચારીથી લઈને માસ્ટર સુધીની છે તમામ મહિલાઓ…કારણ છે ખુબ રોચક

હાલ જો વાત કરવામાં આવે તો મહિલાઓ ખુબ જ આગળ વધી ગઈ છે, કારણ કે વર્તમાન સમયમાં તમે ગમે ત્યાં જોવો ત્યાં કોઈને કોઈ તો મહિલા તો ભાગ ભજવતી જ હોય છે. એવામાં હાલ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવી એક વાત આજે અમે આ લેખના માધ્યમથી કરવાના છીએ.

જણાવી દઈએ કે જયપુરમાં આવેલ ગાંધીનગરમાં આ અનોખું પોલીસ સ્ટેશન આવ્યું છે જેમાં ફક્ત મહિલાઓનું જ વર્ચસ્વ જ જોવા મળે છે. આ સ્ટેશન પર સફાઈ કર્મચારીથી મોટા માસ્ટર સુધીના તમામ અધિકારીઓ ફક્ત મહિલાઓ જ છે. આ સ્ટેશન પરથી રોજની ઘણી બધી ટ્રેનો પસાર થાય છે, તેનું આ મહિલાઓ ખુબ સારી રીતે આયોજન કરે છે.

ઉત્તર પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ આ રેલ્વે સ્ટેશનને મહિલાઓને સોપવામાં આવ્યું હતું. જે પછી મહિલાઓએ આ રેલ્વે સ્ટેશનને ખુબ જ સારી રીતે ચલાવી રહ્યા છે. આ રેલ્વે સ્ટેશનનું નામ પૂર્વ માટુંગા છે જ્યાં ૪૦ જેટલા કર્મચારીઓ અહી કામ કરે છે અને બધે બધા કર્મચારીઓ મહિલાઓ જ છે. જે પછી સામન્ય સફાઈ કર્મચારી હોય કે ઉચ્ચ અધિકારી અહી બધી મહિલાઓ જ કાર્યરત છે.

આ સ્ટેશન પરથી રોજની પચાસ જેટલી ટ્રેનો પસાર થાય છે જેમાં હજારો મુસાફરો સફર કરી રહ્યા હોય છે, એવામાં આટલા બધા મુસાફરોને સંભાળવા કોઈ નાની વાત નથી પણ આ મહિલા કર્મચારીઓ ખુબ જ સારી રીતે આયોજન કરે છે. આ સ્ટેશન પર ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે જેનાથી સ્ટેશનની તમામ બાબતો પર ખાસ નજર રાખી શકાય.

આ દેશનું પેહલું એવું રેલ્વે સ્ટેશન છે જ્યાં ફક્ત મહિલાઓ જ કાર્યરત છે, અહીના મહિલા કર્મચારીઓ ૮ કલાકની શિફ્ટ રાખે છે. તમામ કર્મચારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે થઈને આ મહિલાઓ દ્વારા વોટ્સેપ પર એક ‘સખી’ નામનું ગ્રુપ બનાવામાં આવ્યું છે જેના દ્વારા તેઓ એક બીજા સંકલન સાધી શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *