IPL માં આજકાલ ભાવનગરનો ફાસ્ટ બોલક ચેતન સાકરિયા ચર્ચામાં છે જયારે જ્યારે તુટી પડ્યો દુ:આ નો પહાડ. કારણ જાણી ને તમે પણ ભાવુક થય જશો
આજકાલ ભાવનગરનો ફાસ્ટ બોલક ચેતન સાકરિયા ચર્ચામાં છે . આઈપીએલની પહેલી મેચમાં જ ત્રણ વિકેટ ઝડપી ચેતન સાકરિયાએ દમદાર પ્રદર્શનથી બધાના દીલી જીતી લીધા છે . ભાવનગર પાસેના વરતેજ ગામમાં ગરીબ ઘરમાં જન્મેલા ચેતન સાકરિયાની જિંદગી ખૂબ સંઘર્ષથી ભરેલી છે. તમને જાણીને આંચકો લાગશે પણ આઈપીએલનો કૉન્ટ્રાક્ટ મળ્યો તેના બે મહિના પહેલાં જ ચેતનના નાનાભાઈએ આત્મહત્યા કરી લીધી હતું
જોકે એ વખતે ચેતન સાકરિયા સૈયદ મુશ્તાક અલી ટૉફીમાં રમતો હોવાથી પરિવાર 10 દિવસ સુધી આ સમાચાર તેનાથી છુપાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે હાલમાં એક પોસ્ટ કરી ચેતન સાકરિયાની જિંદગીનું આ રહસ્ય ખોલ્યું હતું ઈન્ડિયન પ્રીમિયર લીગ ( આઈપીએલ ) ની 14 મી સીઝન મોકૂફ રાખ્યા બાદ રાજસ્થાન રોયલ્સનો ફાસ્ટ બોલર ચેતન સાકરીયા ભાવનગર સ્થિત પોતાના ઘરે પહોંચી ગયો છે
આઈપીએલ -14 માં સારી બોલિંગ કરનાર ચેતન સાકરીયાના પિતા કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે.તે હોસ્પિટલમાં દાખલ છે. ભાવનગર પહોંચ્યા પછી સાકરીયાનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં પસાર થાય છે. ચેતન સાકરીયાએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું ,હું ભાગ્યશાળી છું કે મને રાજસ્થાન રોયલ્સ તરફથી મારા હિસ્સાના પૈસા થોડા દિવસો પહેલા મળ્યા હતા . મેં તે પૈસા ઘરે ઘરે ટ્રાન્સફર કરી દીધા હતા જે આ મુશ્કેલ સમયમાં મારા પરિવારના કામે આવ્યા. ચેતન સાકરીયા ઘરે પહોંચ્યા બાદ તે તેના પિતાને જોવા માટે પી.પી.ઇ કીટ પહેરીને હોસ્પિટલમાં ગયો હતો ચેતન સાકરીયાને ગયા અઠવાડિયે જ ખબર પડી કે તેના પિતાને કોરોના સંક્રમિત લાગ્યો છે
સકરીયાએ જણાવ્યું હતું કે તેના પિતાની સારવાર માટે તે આઈપીએલ 2021 થી થયેલી બધી જ કમાણી ખર્ચ નાંખશે. ચેતન સાકરીયાને આ વર્ષની હરાજીમાં રાજસ્થાન રોયલ્સએ ૧.૨ કરોડમાં ખરીદ્યો હતો . ઘણી ટીમોના ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા પછી આઈપીએલની 14 મી સીઝન મોકૂફ રાખવામાં આવી છે. ચેતન સાકરીયા જેવા ઘરેલું ખેલાડીઓ આઈપીએલ આવકનું સાધન છે.તેણે કહ્યું, લોકો કહે છે કે આઈપીએલ બંધ કરો . હું તેમને કંઈક કહેવા માંગુ છું . મારા પરિવારમાં હું એકલો છું. મારી કમાણીનો એકમાત્ર સ્રોત ક્રિકેટ છે.
ચેતન સાકરીયાએ વધુમાં કહ્યું કે, મારા પિતાને ક્રિકેટ અને આઈપીએલથી કમાયેલા પૈસાથી જ સારી સારવાર આપી રહ્યો છું. જો આ ટુર્નામેન્ટ 1 મહિના માટે ન હોત તો તે મારા માટે ખૂબ મુશ્કેલ હોત . હું ગરીબ પરિવારમાંથી આવ્યો છું. મારા પિતાએ આખી જિંદગી ટેમ્પો ચલાવ્યો. આ આઈપીએલ છે જેના કારણે પોતાનું અને પરિવારનું જીવન બદલાઈ ગયું. ચેતન સાકરીયા જ્યારથી ઘરે પહોંચ્યો છે ત્યારથી તેનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થાય છે . સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી તે હોસ્પિટલની બેંચ પર બેસે છે. સાકરીયાને તેના પિતાની બહુ જ ચિંતા છે. તેના પિતા ડાયાબિટીઝના દર્દી છે.
સકરિયાએ આઈપીએલ -14 માં સારૂ પ્રદર્શન કર્યું હતું આઈપીએલ -14 માં ચેતન સાકરીયાએ 7 મેચ રમી હતી અને 7 વિકેટ લીધી હતી આઈપીએલની પહેલી મેચમાં ચેતન સાકરીયાએ પણ શાનદાર બોલિંગ કરી હતી.તેણે પંજાબ કિંગ્સ સામેની મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સકરીયાએ મહેન્દ્રસિંહ ધોની સુરેશ રૈના કેએલ રાહુલ, નીતીશ રાણા જેવા બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
પિતા ટેમ્પો ચલાવતા હતા સકરિયા આઈપીએલની છેલ્લી સીઝનમાં નેટ બોલર તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ( આરસીબી ) સાથે સંકળાયેલા હતા ડાબોડી ઝડપી બોલર સાકરીયા સૌરાષ્ટ્રથી આવે છે. ચેતન સાકરિયા આર્થિક રીતે બહુ નબળા બેકગ્રાઉન્ડમાંથી આગળ આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં તેના ઘરમાં ટીવી પણ નહોતું અને તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે તેની પાસે પહેરવા માટે બૂટ પણ નહોતાં. તે પોતાના મામાના ઘરે કામ કરતો હતો અને બાકીના ટાઇમમાં ક્રિકેટ રમતો હતો . તેના પિતા ટેમ્પોચાલક હતા , પણ ત્રણ એક્સિડન્ટ પછી અત્યારે બેડ પર જ છે.