મોંઘી ગાડી અને આલિશાન ઘર નો માલિક બનવા જઈ રહ્યો છે 10 વર્ષનો જીગર ઠાકોર કે જેણે ‘ચાંદ વાલા મુખડા’..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિને સપના જોવા ગમે છે. આવા સપનાઓ પૈકી મોટા ભાગના લોકોના સપના સારું અને પૈસાદાર જીવન જીવવાનું હોઈ છે. જો કે આ માટે વ્યક્તિએ મહેનત કરવી પડે છે. પરંતુ દરેક વખતે વ્યક્તિ સફળથાઇ તેવું જરૂરી નથી પરંતુ તેણે સતત પ્રયાસો કરતા રહેવું જૂઇએ.
આપણે અહીં એક એવા જ નાના કલાકાર વિશે વાત કરવાની છે કે જેણે પોતાના જીવનમાં ઘણી નાની ઉંમરમાં સફળતા ના શિખરો સર કર્યા છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સંગીત માં ઘણી તાકાત હોઈ છે અને દરેક લોકોને સંગીત સાંભળવું પણ ગમે છે તેવામાં આપણે અહીં એક નાના સંગીત કલાકાર ને મળશુ કે જેમણે હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાનો જાલવો બતાવ્યો છે.
મિત્રો આપણે અહીં જીગર ઠાકોર વિસે વાત કરવાની છે જણાવી દઈએ કે જીગર ઠાકોર ની ઉંમર માત્ર 10 વર્ષ જ છે. અને તે એક ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. જણાવી દઈએ કે જીગર ઠાકોર ના પિતાને પણ સિંગર બનવા ઇચ્છતા હતા. પરંતુ તેઓ પરિસ્થિતિ ને કારણે બની શક્ય નહીં.
જો વાત જીગર ઠાકોર ના સિગાર બનવાની શરૂઆત અંગે કરિએ તો જણાવી દઇએ કે એક વખત જીગર ઠાકોર પોતાના પિતા સાથે બહાર જઈ રહ્યા હતા તેવામાં જીગરે ‘મણિયારો’ ગીત ગાવાનું શરૂ કર્યું. જે બાદ સોરાબજી ઠાકોરને લાગ્યું કે પોતાનું સિંગર બનવાનું અધુરું સપનું જીગર પુરુ કરી શકે તેમ છે. આથી જીગર પાસે દરરોજ બે કલાક ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરે છે.
જે બાદ ભરતભાઈ ઠાકોર કે જેઓ શિહોરી ડિજીટલ યૂટ્યુબ ચેનલના માલિક છે. તેમણે જીગર સાથે એક ગીત બનાવ્યું કે જે બાદ જીગર ઠાકોર નો સમય શરૂ થઈ ગયો. જે બાદ દેવ પગલી અને જીગર ઠાકોરે સાથે મળીને ‘માટલા ઉપર માટલું’ ગીત ગાયુ અને ધીરે ધીરે જીગર ઠાકોર ની લોકપ્રિયતા નો ગ્રાફ ઉપર ચડતો ગયો. જે બાદ ટૂંક જ સમય માં જીગર ઠાકોરનુ ‘ચાંદ વાલા મુખડા’ હિન્દી સોંગ આવ્યું જેણે જીગરને દેશભરમાં જાણીતો બનાવી દીધો.
આટલી મોટી લોકપ્રિયતા મેળવ્યા બાદ જીગર ઠાકોરે પોતાની ફિમા પણ વધારો કરીયો છે પૈસા આવતા હાલ જીગર ઠાકોર પોતાનું પાકું ઘર ચણાવી રહ્યો છે. ઉપરાંત તે પોતે Brezza કાર ખરીદશે.