ગુજરાતભરમાં લોકપ્રિય બનેલ કવિરાજનાં પરિવારથી હશો તમે અજાણ, તેમના પત્ની તો ભાગ્યે જોવા મળે છે જાહેરમાં! જુઓ તસ્વીરો…

આજે આપણે વાત કરીશું ગુજરાતી સંગીતની દુનિયાના લોક ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજની! કવિરાજએ આજે જે લોકપ્રિયતા મેળવી છે, એવી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈ કલાકાર મેળવી છે. ખરેખર આજે આપણે કવિરાજ નાં જીવન વિશે જ્યારે જાણીશું ત્યારે તમને સમજશે કે, અહીંયા સુધી તેઓ કંઈ રીતે પોહચ્યાં અને ખાસ તો આપણે કવિરાજના પરિવારની વાત કરીશું, કારણ કે ભાગ્યે જ કવિરાજની પત્ની લાઇમ લાઈટમાં દેખાતી હોય છે, ત્યારે ચાલો અમે આપને આજે કવિરાજનાં અંગત જીવન વિશે જણાવીએ.


જીગ્નેશ કવિરાજ નો જન્મ 3 સપ્ટેમ્બર, 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.તમને એમના બાળપણ ની વાત કરીએ તો જીગ્નેશ કવિરાજને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ લગાવ હતો.તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.નાની ઉંમરથી જ તેઓ તેમના પિતા અને કાકા સાથે ભજનનાં પ્રોગ્રામોમાં જતા. કવિરાજને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો, અને તેમને સંગીતક્ષેત્રે જ પોતાનું કરિયર બનાવવું હતું.

એક દિવસ જીગ્નેશ કવિરાજ ના ફરિયા માં એક લગ્ન પ્રસંગ હતો.અને ત્યાં જીગ્નેશ કવિરાજ લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરે છે. માત્ર 13 વર્ષના જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે.જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનું લીલી તુવેર સૂકી તુવેર’ ગીત ગાય છે.આ ગીત બધા ને ખૂબ પસંદ આવ્યું હતું.આ ગીત પર લોકો એ ખૂબ મોજ કરી હતી.અને ખાસ કે આ કવિરાજ નો અવાજ કમલેશભાઈને પણ ખૂબ પસંદ આવી ગયો.

કરિયરની પહેલી ઓડિયો કેસેટ બહારે પડે જેનું નામ ‘દશામાંની મહેર’. આ કેસેટ લોકોને એટલી બધી ગમે કે જીગ્નેશ કવિરાજની ‘દશામાંની મહેર’ નામની કેસેટ લાખોની સંખ્યામાં વહેંચાઈ.અને ત્યાં થી એમનું નામ આખા ગુજરાત માં ખૂબ લોક પ્રિય થઈ ગયું હતું. અને ત્યાર બાદ એમને પોતાના કરિયર ની શરૂઆત અહીં થી કરી હતી.જીગ્નેશ કવિરાજ નું જોરદાર ગીત,”હાથ માં છે વિકસી અને આંખો માં પાણી” આ ગીતે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું.અને ત્યાર બાદ આ ગીત ખૂબ ચાલ્યા બાદ એમને ઘણા અશિકા ના ગીતો ગાયા હતા.બીજી વાત કરીએ તો એ હાલ ડાયરો,લગ્ન પ્રસંગ,અને સાંક્રુતિક કાર્યક્રમ માં પણ ખૂબ મોજ કારાવે છે.

આજે કવિરાજ નું નામ આખા ગુજરાતી માં છવાયેલું છે.એમને એક ગીત આવતા ની સાથે લાખો લોકો એને જોવો માટે તત્પર રહે છે.જીગ્નેશ કવિરાજે દેશ ભક્તિ ના ગીતા પણ ખૂબ ગાયા છે.જીગ્નેશ કવિરાજ ના લગ્ન પણ થઈ ગયા છે.કવિરાજે ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.એમના બાળકો પણ છે.અને હાલ જીગ્નેશ કવિરાજ ખૂબ વૈભવી જીવન જીવે છે. જીજ્ઞેશનાં પરિવારમાં તેમમાં મમ્મી પપ્પા અને તેમના મોટાભાઈ ની સાથે તેમના પત્ની અને દીકરો અને દીકરી સાથે જ રહે છે, સૌથી મહત્વની વાત એ છે કે, કવિરાજ ક્યારેય પણ તેમની પત્ની સાથે જાહેરમાં નથી દેખાતા!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *