કેટરીના વિક્કીને ધમકી આપનાર વ્યક્તિનો પર્દાફાશ! અભિનેત્રી પાછળ એટલો પાગલ છે કે ફોટો પણ એડિટ કર્યા…જુઓ વિડીયો અને તસ્વીરો
મિત્રો હજી થોડા દિવસ પેહલા જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં કેટરીના કેફ અને વિક્કી કૌશલને અજાણ્યા શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે પછી વિક્કી કૌશલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે પછી પોલીસ અને સાઈબર ક્રાઈમ બ્રાંચની તપાસ હાથ ધરી હતી જેમાં આ આરોપીનો પર્દાફાશ થયો હતો. આ વ્યક્તિ અભીનેત્રીનો એટલો બધો દીવાનો હતો કે તેણે કેટરીના સાથે અનેક ફોટો પણ એડિટ કરીને મુકેલા છે.
આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર પણ ભારે હડકંપ મચાવી દીધો હતો, જણાવી દઈએ કે આ વ્યક્તિ અભિનેત્રીના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોક કરી રહ્યો હતો અને એક વખત તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી જ તે અભિનેત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે પછી પતિ વિક્કી કૌશલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, એવામાં પોલીસે હાલ આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ મનવિંદર સિંહ છે જે ઇનસ્ટાગ્રામ પર આદિત્ય રાજપૂત નામનું ફેક આઈડ ચલાવી રહ્યો હતો. મનવિંદર આલિયા ભટ્ટ, શ્રધા કપૂર, દિશા પટની જેવી અનેક અભિનેત્રીઓનો ફેન છે આથી તેણે તેની સાથે એવા એડિટ કરેળ ફોટો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. મનવિંદરને કેટરીના ખુબ જ પસંદ હતી, તેણે તો માની પણ લીધું હતું કે કેટરીના તેની પત્ની છે.
મનવિંદર સિંહના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો આ યુવાન ફક્ત 25 વર્ષનો છે, જે લખનઉંમાં રેહતા પરિવારના પૈસાથી મુંબઈમાં અલગ અલગ જગ્યાએ રહે છે. જ્યારે આ યુવાન 12માં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તે અભિનેતા બનવા માટે મુંબઈ આવ્યો હતો પણ કોઈ સફળતા હાથ લાગી હતી નહી. આ યુવાન કેટરીના કેફને ખુબ જ પ્રેમ કરતો હતો આથી તે છેલ્લા ઘણા સમયથી આ અભિનેત્રીને ફોલો પણ કરતો.
ગુજ્જુ રોક્સના એહવાલ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે મનવિંદર સિંહ કેટરીના કેફને પોતાની પત્ની પણ માનતો હતો. એવામાં આ યુવાને કેટરીના સાથે એડિટ કરેલ અનેક ફોટો પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા અને ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તેણે બાયોમાં લખ્યું હતું કે ‘બોલીવુડનો માલિક, મારી ગર્લફ્રેન્ડ કેટરીના કેફ’. હાલ આ યુવાન ઘણી ઇનસ્ટાગ્રામ પ્રોફાઇલ પણ ચલાવી રહ્યો છે.
View this post on Instagram
મનવિંદર સિંહ 13 ડીસેમ્બરના રોજ એવો વિડીયો પણ શેર કર્યો હતો જેમાં તે જણાવે છે કે તેના લગ્ન કેટરીના કેફ સાથે થાય છે અને કેપ્શનમાં એવું જણાવે છે કે 9 ડીસેમ્બરના રોજ વિક્કી કૌશલના લગ્ન કેટરીના કેફની નાની બહેન ઈસાબેલ કૈફ સાથે થયા હતા. હાલ તો આવો કિસ્સો સાંભળ્યા પછી સૌ કોઈ એમ જ કહી રહ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે, એટલું જ નહી યુવાને પ્રસિદ્ધી મેળવા માટે આવું કૃત્યુ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.