જીગ્નેશ દાદાના આશીર્વાદ લઈને પોતાના જન્મદિવસની ઉજવણી કરી ડાયરા સમ્રાટ કીર્તીદાન ગઢવીએ, જુઓ આ વાયરલ તસ્વીરો
મિત્રો આપણે ગુજરાતમાં રહીએ છીએ એવામાં કયો એવો વ્યક્તિ હશે કે જે કીર્તીદન ગઢવીને નહી ઓળખતો હોય. કીર્તીદાન ગઢવીએ પોતાના દમ અને મેહનત દ્વારા પોતાની એક અલગ ચાપ બનાવી છે. આ ગાયકે દેશ વિદેશમાં ઘણા બધા ગુજરાતી ડાયરાના પ્રોગ્રામ કરી ચૂકેલ છે. લોકોને કીર્તીદાનના ગીતો એટલા બધા પસંદ છે કે આ કલાકારનો દાયરો જોવા માટે લોકો ખુબ ઉત્સાહિત હોય છે અને ખુબ ભીડ પણ લગાવે છે.
તમને જણાવી દઈએ કે હજી ૨૩ ફેબ્રુઆરીના રોજ કીર્તીદાન ગઢવીનો જન્મદિવસ હતો જે ખુબ ધૂમધામથઈ ઉજવામાં આવ્યો હતો, જેમાં જીગ્નેશ દાદા, જીતું વાઘાણી, અલ્પેશ ઠાકોર અને ઘણા એવા મહંત સંતો શામેલ થયા હતા, એટલું જ નહી આ લોકગાયકના ચાહકોએ પણ જન્મદિવસની ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. જણાવી દઈએ કે આ લોકગાયકનો જન્મ ૨૩ ફેબ્રુઆરી ૧૯૭૫ ના રોજ આણંદ જીલ્લામાં થયો હતો.
આ ગાયકે પોતાનો ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ વલ્લભ વિદ્યાનગરમાં પૂર્ણ કર્યો હતો જે પછી તેણે સંગીત શેત્રની તાલીમ એમ.એસ.યુનિવર્સીટીમાં કરી હતી. જાણવા મળ્યું છે કે કીર્તીદાન ગઢવીએ પોતાના જન્મદિવસના દિવસે એક આલીશાન ટોયોટા વેલફેર ખરીદી છે જેની કિંમત લગભગ ૮૯.૯૦ લાખ રૂપિયા જાણવામાં મળી છે, આ કાર સાથેની તસ્વીરો ગાયકની પત્ની સોનલ ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં કેપ્શનમાં તેણે જણાવ્યું હતું કે’ જન્મદિવસની ભેટ કીર્તિ માટે, તેને કાર ખુબ જ પસંદ છે.’
કીર્તીદાન ગઢવીએ પોતાના જીવનમાં ખુબ પરિશ્રમ કર્યો છે અને ઘણા બધા દુખો સહન કર્યા છે જેનું ફળ હવે તેને પ્રાપ્ત થયું છે. બીજી તસ્વીરો પણ જોવા મળી છે જેમાં કીર્તીદાન જુનાગઢના સંતો મહંતો સાથે પોતાના જન્મદિવસ ઉજણવી કરતા જોવા મળી રહ્યા છે, તેમાં જોઈ શકાય છે કે આજુબાજુ બધા સંતો મહંતો છે અને તેઓ તેને લાંબા જીવન માટે આશીર્વાદ આપી રહ્યા છે.
કીર્તીદાને માનવત ભર્યા પણ ઘણા કાર્યો કર્યા છે જેમાં જરૂરિયાતમંદ કન્યાઓ માટે લાડકી ફાઉન્ડેશનને રચીને એક અલગ પહેલ કરી છે, જેમાં લગભગ ૧૦૦ કરોડના લાડકી પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની જરૂરીયાતમંદ બાળકીઓને મદદ કરવામાં આવશે. આ લોકગાયક છેલ્લા થોડા સમયથી વિદશમાં ગુજરાતી પ્રોગ્રામ કરી રહ્યા હતા, લગભગ ૩૩ જેવા પ્રોગ્રામ કરીને આ ગાયક સ્વદેશ પરત ફર્યા છે. જ્યારે તેઓ સ્વદેશ પરત આવ્યા ત્યારે તેનું સ્વાગત ખુબ ધૂમધામથી કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે કીર્તીદાન અમેરિકાના પ્રવાસે ગરબા અને ડાયરાના પ્રોગ્રામ અર્થે ગયા હતા, ત્યાં વસતા ગુજરાતીઓએ તેઓના ડાયરા અને ગરબા પોગ્રામમાં ખુબ ઉષ્માભેર ભાગ લીધો હતો. કીર્તીદાન પ્રથમ એવા કલાકાર બની ગયા છે જેણે વિદેશમાં ૩૩ થઈ વધુ ગુજરાતી પ્રોગ્રામો કર્યા છે.