કોઈ સમાજ ની લાગણી દુભાઈ હોય તો હુ માફી માંગુ છુ : કિશન ભરવાડ તે સમય નો વિડીઓ વાયરલ ! જુવો વિડીઓ

ગુજરાતનાં ધંધુકા ગામના માલધારી યુવકની હત્યાનાં કેસમાં એક પછી એક અનેક ઘટનાઓ બહાર આવી રહી છે, ત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયામાં કિશન ભરવાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે, કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં ધર્મની લાગણી દુભાઈ એવો વીડિયો મુક્યો હતો અને આજ કારણે બે ઈસમો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાને લીધે સમગ્ર ધંધુકા ગામમાં રોષ વ્યકત કરવામાં આવ્યો હતો અને પોલીસકર્મીઓ સુરક્ષા માટે હજાર રહી હતી.આ ઘટનાની સૌથી દુઃખદ વાત એ છે કે, યુવકનું મુત્યુ થતા માત્ર 20 દિવસની દીકરીએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દીધી!મીડિયા અહેવાલો મુજબ કિશન જ્યારે આ વીડિયો મુક્યો ત્યારે બીજા ધર્મ ની લાગણી દુભાતા આરોપી દ્વારા આ યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના લીધે કિશન નું મોત નીપજ્યું. આ બનાવ બનતા ભરવાડ સમાજ દ્વારા ન્યાય ની માંગણી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક આરોપીઓ ને સજા આપવામાં આવે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં કિશન નાં મુત્યુ બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિશન બોલી રહ્યો છે કે, સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ વીડિયો થી કોઈપણ ની લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગું છું અને દિલગીરી છું.કિશન માફી માંગવા છતાં પણ ઈસમો દ્વારા તેમની ક્રૂર હત્યા કરવામાં આવી છે, ત્યારે ખરેખર આ દુઃખદ ઘટનાં કહેવાય અને આવી ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બની કહેવાય કે માત્ર એક વિડિયોના લીધે કોઈ વ્યક્તિનો જીવ લઈ લીધો.

આ ઘટનાની જાણ થતાં જ ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ પરિવારજનોની રુબરુ મુલાકાત લીધી તેમજ યુવકને પુષ્પાંજલી અપર્ણ કરેલ તેમજ કહ્યું કે,આ હત્યા અંગે ઝડપી ન્યાયની ખાતરી આપું છું.ગુજરાતમાં બીજી વખત આવી ઘટના ન બને તેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *