બહેન રડતી હતી પણ ભાઈએ એવું કર્યું કે જોઇને બહેન ખીલખિલાટ હસી પડી! ભાઈ બહેનનો આવો પ્રેમ જોઈ તમારા મોઢા પર સ્મિત આવી જશે
મિત્રો રક્ષાબંધનનો તેહવાર આવવા પર જ છે, આમ તો ભાઈ બહેનનો સબંધ આ એક દિવસ દર્શાવી શકતો નથી. ભાઈબહેનનો સબંધ ખુબ જ પિવત્ર હોય છે, જો ભાઈને કોઈ મુશ્કેલી પડતી હોય તો બહેન તેને મદદ કરી દેતી હોય છે અને જ્યારે બહેનને ક્યારે કોઈ મુશ્કેલી પડે ત્યારે બહેન તેની મદદ કરી દેતી હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર ભાઈબહેનને લગતા અનેક વિડીયો તમે જોયા જ હશે.
પણ હાલ જે સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યો છે તે ખુબ જ મનમોહક છે. આ વિડીયો જોઇને તમામ સોશિયલ મીડિયા યુઝરોના ચેહ્હરા પર સ્મિત આવી જાય છે. વિડીયોમાં મોટો ભાઈ પોતાની નાની બહેનને રડતા જુએ છે તો તે કઈક એવું કરે છે કે બહેન તરત જ હસવા લાગે છે, આ પછી ભાઈ તેની બહેન પર પ્રેમ વરસાવે છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બહેન બાસ્કેટ બોલ રમી રહી છે, એવામાં આ નાની એવી માસુમ જ્યારે બાસ્કેટમાં બોલ નાખવા જાય છે પણ આ બોલ બાસ્કેટમાં જતો નથી આથી આ માસુમ દીકરી રોવા મંડે છે, બહેનને રડતા જોઈ ભાઈ તેને છાની રાખવા આવી જાય છે અને તેને સમજાવે છે અને ફરી વખત બોલ નાખવા કહે છે. જે પછી બહેન બોલ હાથમાં લે છે ત્યારે ભાઈ તેની આ બહેનને ઉચ્ચી કરે છે અને બાસ્કેટમાં બોલ નાખવા મદદ કરે છે.
Big Bros 💙 pic.twitter.com/dIwIDWVnUn
— CCTV_IDIOTS (@cctv_idiots) July 20, 2022
જેવો બાસ્કેટમાં બોલ જાય છે તેવી બહેન રાજીની રેડ થઈ જાય છે અને તેનું મોઢું મલકાય છે, આ જોઇને ભાઈ પણ ખુશ થઈ જાય છે. હાલ આ વિડીયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે, એટલું જ નહી લોકો આ વિડીયો જોઇને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમાં એક યુઝર જણાવે છે કે ‘વાહ શું પ્રેમ છે’ જયારે બીજો એક યુઝર જણાવે છે કે ‘મોટો ભાઈ પોતાની બહેન પ્રત્યેની સારી રીતે જવાબદારી નિભાવી રહ્યો છે’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.