બેરોજગારી વધુ એક યુવકને ભરખી ગઈ! આત્મહત્યા કરતા પેહલા એવું સ્ટેટ્સ મુક્યું કે વાંચીને ભાવુક થશો…આત્મહત્યાનું કારણ ખાસ જાણવું
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી તો એક સાથે અનેક એવા આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે પણ આખા દેશમાં પણ આત્મહત્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે જેમાં યુવકો મેહનત કર્યા હોવા છતાં અમુક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકતા નથી આથી તેઓ આત્મહત્યા કરીને જીવન ટુકાવી લેતા હોય છે.
હાલ આવો જ એક દુખદ બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવકે નોકરી ન મળવાનું એવું દુઃખ લાગ્યું કે તેણે આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું હતું, મૌતને વ્હાલું કરતા પેહલા યુવકે એક વોટ્સપ પર એક દુઃખ ભર્યું સ્ટેટ્સ મુક્યું હતું. મૃતક યુવક યુવકનું નામ કરમવીર સિંહ પૌનિયા છે જે ન્યુ આ ગ્રાના વિસ્તારના નાગલા ટાલ્ફીમાં રેહતો હતો.
એવામાં રવિવારના રોજ યુવકે યમુના નદીમાં કુદીને જીવન ટુકાવી લીધું હતું, આત્મહત્યા કરતા પેહલા યુવકે વોટ્સએપ પર એક દુઃખ ભર્યું સ્ટેટ્સ મુક્યું હતું જેમાં આપઘાતનું કારણ પણ જાણવા મળી ગયું હતું. એવામાં આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ યમુના નદી કિનારે દોડી ગઈ હતી જ્યાં તેઓને યુવકના ચપ્પલ અને મોબાઈલ બોટ માંથી મળી આવ્યા હતા.
જે પછી મોડી રાત સુધી પોલીસે યુવકના મૃતદેહને શોધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસ દ્વારા આત્મહત્યાનું સાચ્ચું કારણ સામે આવી ગયું હતું. ન્યુ આગ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિજય વિક્રમ જણાવે છે કે મૃતક કરમવીર સિંહ સેનામાં ભરતી થવા માટે છેલ્લા ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા પણ તેઓને સરકારી નોકરી મળી રહી ન હતી આથી મૃતક ખુબ જ પરેશાન હતો જે પછી તેણે આત્મહત્યા કરીને જીવન ટુકાવી લેવાનું જ સારું સમજ્યું.
આ ઘટનાને પગલે મૃતકના માતા પિતા પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, મૃતક યુવકે આત્મહત્યા કરતા પેહલા વોટ્સએપ પર સ્ટેટ્સમાં લખ્યું હતું કે મારા માતા પિતા ખુબ સારા માણસો છે પણ હું તેઓના માટે કઈ ન કરી શક્યો, હું તેઓની માટે એક સરકારી નોકરીની પરીક્ષા પાસ ન કરી શક્યો તેઓએ મારી માટે ઘણું બધું કર્યું છે. લવ યુ મમ્મી પપ્પા. આ વાંચીને સૌ કોઈ ભાવુક જ થઈ ચુક્યું હતું.