ગોંડલમાં યુવકે જન્મદિવસને જ બનાવી દીધો મૃત્યુનો દિવસ! ઝાડ પર ફાંસીનો ફંદો બાંધીને જીવન ટુકાવી લીધું…કારણ જાણી તમે હક્કા બક્કા રહી જશો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી અનેક એવી આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કોઈને કોઈ યુવક આત્મહત્યા કરીને જીવન ટુકાવી લેતો હોય છે, આત્મહત્યા કરવા પાછળના પણ અલગ અલગ કારણો હોય છે ક્યારેક યુવક આર્થિક સંકળામણને કારણે તો ક્યારેક માનસિક રીતે પરેશાન થઈ જવાને કારણે જીવન ટુકાવી લેતો હોય છે.
એવામાં હાલ ગોંડલ માંથી આવી જ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે જેમાં એક યુવકે ઝાડ સાથે ફાંસીનો ફંદો લગાવીને ગળાફાંસો ખાય જીવન ટુકાવી લીધું હતું, હાલ કોઈ આત્મહત્યાને પગલે સુસાઈડ નોટ કે બીજું કોઈ કારણ સામે આવ્યું નથી પણ આર્થિક સંકળામણને કારણે યુવકે આવું પગલું ભર્યું છે તેવું સામે આવી રહ્યું છે.
જણાવી દઈએ કે ગોંડલમાં છેલ્લા બે દિવસમાં ત્રણ આત્મહત્યાના બનાવો આવતા લોકોમાં ડર વ્યાપી ગયો હતો. એવામાં વધુ એક આત્મહત્યાનો બનાવ આજે આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકનું નામ રમેશભાઈ સાકરીયા(ઉ.વ.26) છે જે ગોંડલના જીવરાજગઢમાં રહેતા હતા. સગાઈને હજી ફક્ત એક જ દિવસ થયો હતો અને આજે તેઓનો જન્મદિવસ પણ હતો.
એવામાં જન્મદિવસને દિવસે જ રમેશભાઈએ જીવન ટુકાવી લેતા પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. માહિતી અનુસાર મૃતક રમેશભાઈ કડીયા કામ કરીને પોતાનું જીવન ચલાવતા હતા, એવામાં તેઓ પર જવાબદારીનો બોજો વધતા પૈસાની માંગ વધી હતી અને આર્થિક સંકળામણને લીધે જ તેઓ ખુબ પરેશાન રેહતા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.