દિયરે વિધવા ભાભીને હથોડાના બેરેહમીથી ઘા ઝીકીને પતાવી દીધી! હત્યાનું એવું કારણ સામે આવ્યું કે પોલીસ પણ દંગ રહી ગઈ…જાણો પૂરી વાત
હત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જ જઈ રહ્યા છે, એવામાં હાલ ખુબ જ શોકિંગ બનાવ સામે આવ્યો છે જેમાં એક્દ દિયર પોતાની વિધવા ભાભીને હથોડાના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. જણાવી દઈએ કે આ મૃતક મહિલાનું પતિનું હજી થોડા સમય પેહલા જ નિધન થયું હતું. એવામાં આ મહિલા તેના ત્રણ બાળકો સાથે ઘરમાં રેહતી હતી. એવામાં આ મહિલાના દિયરે માથા પર હથોડીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના ગાજીયાબાદ માંથી સામે આવી છે જ્યાં ટ્વિન્કલ(ઉ.વ.23) ની હત્યા કરી નાખવામાં આવી હતી જે પછી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પૂરી ઘટના અંગેની તપાસ કરી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતકના દિયર અભિષેકે જ યુવતીની હત્યા કરી નાખી છે, જે પછી પોલીસે અભિષેકની ધરપકડ કરી લીધી હતી અને પૂછતાછ કરી હતી.
અભિષેકે પોલીસને જણાવ્યું હતું કે તેની તેના ભાભી રાતના સમયે કોઈ બીજા વ્યક્તિ સાથે મોડે સુધી વાત કરતા હોય છે આ વાત પરિવારમાં કોઈને પસંદ ન હતી, એટલું જ નહી આ વાતને લઈને ઘરમાં અનેક વખત ઝગડાઓ પણ થતા હતા. તેણે આગળ જણાવ્યું કે ભાભીને પરિવારજનોએ ઘણી સમજાવી હતી તેમ છતાં તેણે કોઈનું સાંભળ્યું ન હતું અને વાત શરુ રાખી હતી. આ વાતનો ગુસ્સો રાખતા અભિષેકે હથોડો લઈને ભાભીના રૂમમાં મોડી રાત્રે ગયો હતો અને મૃતકના માથા પર હથોડાના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે મૃતક મહિલાના પતિના નિધનને ફક્ત ૧૧ માસ થયા હતા, જે પછી તે તેના ત્રણ બાળકો સાથે અહી સાસરીયે જ રેહતી હતી. એટલું જ નહી પરિવારજનોએ દિયર અભિષેક પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે મૃતકને શકની નજરે જોતો હતો એટલુ જ નહી તે વારંવાર શક કરતો હતો, આથી તેણે રોષમાં જ ટ્વિન્કલની હત્યા કરી નાખી છે.
હાળ આ ઘટનાને પગલે પોલીસે મૃતકના બોળીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધું છે અને તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. મૃતકના પરિવારજનો દ્વારા સાસરિય પક્ષ વિરુધ એવો આરોપ લગાવામાં આવ્યો છે કે પતિના મૃત્યુ બાદ સાસરિય પક્ષ દ્વારા વારંવાર મૃતકને પ્રતાડિત કરવામાં આવતી હતી અને પગાર માંગવામાં આવતો હતો.