બોટાદમાં મોડી રાત્રે જુથે આવીને યુવકને ગોળીથી ધરબી દીધો! એટલી ગોળી મારી કે યુવક ઘટના સ્થળે જ દમ તોડી દીધો…હત્યાનું કારણ જાણી આંચકો લાગશે
હાલ જો રાજ્યમાં વાત કરવામાં આવે તો આરોપીઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ ઘણા બધા એવા હત્યા અને દુષપ્રેરણની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં બોટાદ માંથી એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં ભરબજારે નરાધામના એક જુથે યુવકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી જે પછી ભારે દોડધામ મચી ગઈ હતી અને ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી.
જણાવી દઈએ કે બોટાદમાં નવનાળા વિસ્તારમાં ગઈ રાત્રે મોહસીન નામના યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. આ યુવાનના શરીર પર પાંચ રાઉન્ડ ફાયરીંગ કરીને તેની કરુણ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. મોડી રાત્રે એક જુથે આવીને મોહસીનને ઘેરી લીધો હતો અને તેના છાતીના ભાગ પર ગોળી મારી દીધી હતી, આથી રસ્તા પર પણ લોહીના ખાબોચિયાં ભરાય ગયા હતા.
આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મોહસીનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસને તપાસમાં જાણ થઈ હતી કે કોઈ જૂની અદાવતને લઈને યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક મોહસીન પર લગભગ પાંચ જેટલા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું આથી ઘટના સ્થળે જ મોહસીને દમ તોડી દીધો હતો.
આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી અને રહીશોમાં પણ ડરનો માહોલ છવાય ગયો હતો. જીલ્લાના ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીએ જણાવ્યું કે મોહસીન માંકડ નામના વ્યક્તિ પર ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવી હતી, આ સ્થળ પરથી પાંચ જેટલા ગોળીના કાતીસ મળી આવ્યા હતા. તપાસમાં આરોપીના નામ પણ સામે આવ્યા હતા જે અનુક્રમે અફઝલ, સિરાજ, તારીફ અને ઈરફાન હતા.
આ ચારેય આરોપી દ્વારા ફાયરીંગ કર્યું હતું તેવી તપાસમાં સામે આવ્યું હતું, એટલું જ નહી આ ચારેય આરોપી પેહલા પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ જ છે. એવામાં મૃત્યુ પામનાર મોહસીનનું અફઝલની પત્ની સાથે અફેયર ચાલતું હોવાને લીધે અફઝલે તેના સાથીઓ સાથે મળીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસની ટીમો આરોપીની શોધમાં લાગેલી છે.