યુવકે વિદેશી ચલણ ભારતમાં લાવવા ગજબની ચાલાકી કરી! આવી ચાલાકી જોઇને ઘડીક CISF જવાનો પણ માથું પકડી ગયા….જુઓ વિડીયો

આમ તો ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મૂળ ભારતના રેહવાસી હોય છે તે અમુક વખત વિદેશના પ્રવાસે જતા હોઈ છે, એવામાં આપણા દેશ અને વિદેશના અનેક વસ્તુના ભાવોમાં ઘણી વખત ફેરફારો હોય છે, અમુક વસ્તુ ભારતમાં મોંઘી હોય છે તો વિદેશમાં તે વસ્તુ સસ્તી હોય છે. આનો ફાયદો ઉઠાવા માટે આવી વિદેશી વસ્તુને ઘુસાડવા માટે લોકો ઘણા બધા કમિયા ઘડે છે.

હાલ આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવકે વિદેશ ચલણને ભારતમાં લાવવા માટે એવી ચાલાકી બતાવી કે ઘડીક તો CISF જવાનો પણ દંગ જ રહી ગયા હતા. જણાવી દઈએ કે આ યુવકની દિલ્હીમાં આવેલ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISF જવાનોએ ધરપકડ કરી લીધી હતી અને પૂછતાછ હાથ ધરી હતી જેમાં આ યુવકે આ લાવેલ વિદેશી નાણાનો કોઈ હિસાબ આપ્યો ન હતો.

પૂછતાછમાં જાણવા મળ્યું છે કે આ વ્યક્તિનું નામ ઋષિકેશ છે જે પોતાના બેગમાં પંદર લાખ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ લિજ્જત પાપડ વચ્ચે છુપાવીને લાવ્યો હતો. એરપોર્ટ પર રહેલા જવાનોને આ વ્યક્તિ પર શક જતા તેઓએ તપાસ કરી હતી જેમાં આ પાપડ વચ્ચેથી યુએસ ડોલર મળી આવ્યા હતા, જે પછી અધિકારીઓએ આ ડોલર અંગે પૂછતાછ કરી હતી અને ડોલર અંગેના દસ્તાવેજ માંગ્યા હતા.

પણ કોઈ હિસાબ ન મળતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી, આ વિડીયો CISF હેન્ડલર દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો અને આ પૂરી ઘટના વિશે જણાવ્યું હતું. CISFની પૂછતાછમાં સરખો જવાબ ન મળતા ઋષિકેશને એરપોર્ટના કસ્ટમ વિભાગને સોપવામાં આવ્યો હતો. હવે એરપોર્ટ કસ્ટમ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *