રાજકોટમાં ૨૨ વર્ષીય વિવાહિત યુવતીએ સાસરીયામાં જ ગળાફાંસો ખાયને જીવન ટુકાવી લીધું! એવું કારણ સામે આવ્યું કે જાણી તમે હચમચી જશો….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી આત્મહત્યાની ઘટના દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે, એવામાં હાલ ફરી એક વખત રાજકોટમાં એક યુવતીએ આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી હતી. આ ઘટનામાં વિવાહિત યુવતીએ ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી હતી તેવું સાસરીયા પક્ષ દ્વારા કેહવામાં આવી રહ્યું છે, આ ઘટના અંગે પોલીસને પણ સાસરીયા પક્ષે જાણ ન કરતા મામલો ગંભીર બન્યો હતો.
સાસરીયા પક્ષના લોકોએ જાતે જ મૃતદેહ નીચે ઉતારીને તેના પર સફેદ કપડું ઢાકી દીધું હતું, આથી ઘટના શકના દાયરામાં ફેરવાય ગઈ હતી કે આ આત્મહત્યાની ઘટના છે કે હત્યાની. જણાવી દઈએ કે આ પૂરી ઘટના રાજકોટના જસદણ તાલુકાના વિરમગામ માંથી સામે આવી હતી જ્યાં ૨૨ વર્ષીય પ્રીતિએ ગળાફાંસો ખાયને જીવન ટુકાવી લીધું હતું. આ ઘટનામાં સાસરીયા પક્ષના લોકોએ જાતે જ મૃતદેહને નીચે ઉતારી સફેદ કપડું ઢાકી દીધું હતું અને મૃતકના પરિવારજનોને ફોન દ્વારા જાણ કરી હતી.
સાસરીયા પક્ષે આવું કર્યું હોવાને લીધે પોલીસ હાલ શંકાની નજરે આ ઘટનાને જોઈ રહ્યું છે. આ ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પૂરી ઘટના અંગેની જાણ મૃતક પ્રીતિના પરિવારજનોએ જ પોલીસને કરી હતી. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પૂરી ઘટનાની તપાસ કરી હતી અને મૃતદેહને કબજે કરીને જસદણની સિવિલ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો અને પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી હતી.
જેમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે સાસરીયા પક્ષ દ્વારા વારંવાર મૃતકને ત્રાસ આપવામાં આવતો હતો, એટલું જ નહી ઘણી વખત પૈસાની પણ માંગ કરવામાં આવી હતી જે પ્રીતિના પરિવારજનો પૂર્ણ પણ કરતા હતા. એવામાં જયારે મૃતક પ્રીતિના ભાઈએ એક વખત જમાઈને ફોન કર્યો હતો કે પ્રીતિને અહી મૂકી જાવ મને તબિયત સારી નથી તો આનો જવાબ આપતા જમાઈએ કહ્યું કે તે નહી આવે અને તમે તેને તેડવા માટે પણ ન આવતા.
મૃતક પ્રીતીબેન દિલીપભાઈ દાફડાના લગ્ન ત્રણ વર્ષ પેહલા જ થયા હતા અને તેઓને કોઈ સંતાન પણ હતો નહી. મૃતકની માતાએ પલીલાબેન ગોરધનભાઈ રાઠોડે પૂરી ઘટના વિશે જણાવતા કહ્યું કે આજે સવારે 5.20 કલાકે સાસરીયા પક્ષ દ્વારા ફોન આવ્યો હતો કે તમારી છોકરીએ ગળાફાંસો ખાધો છે, જે પછી પરિવારજનોએ ઘણા બધા સવાલ કર્યા પણ તેનો કોઈ સરખો જવાબ ન મળતા બધા ત્યાં દોડી ગયા હતા. મૃતકના પરિવારજનોએ સાસરીયા પક્ષ વિરુધ આરોપ લગાવ્યો છે કે તેઓના કારને જ દીકરીએ આવું પગલું ભર્યું છે. હાલ પોલીસ તપાસમાં સાસરીયા પક્ષના લોકો સરખો જવાબ આપી રહ્યા નથી આથી પોલીસને ભારે શંકા જઈ રહી છે.