શું તમને ખબર છે તમારા માથા પર જ કેમ ફર્યા કરે છે મચ્છર? જાણો આ પાછળનું કારણ
દુનિયામાં કદાચ જ કોઈ એવું માણસ હશે જેને મચ્છર નહી કરડ્યું હોય. મચ્છર એક એવો જીવ છે જેનાથી બધા પરેશાન રહે છે. દિવસ આથમતા જ મચ્છારોનું ઝુંડ તમારા ઘરમાં ઘુસીને તમને ડંખવા લાગે છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ લોહી ચુસનારા મચ્છર હંમેશા તમારા માથા ઉપર જ કેમ ઉડ્યા કરે છે. જો તમે પણ નથી જાણતા તો આ ખબર અચૂક વાંચજો..
માથા પર ફરતા માદા મચ્છર : મચ્છા ઉપરાંત ઘણાં જંતુ-પતંગ છે જે માથા પર ફરવાનું પસંદ કરે છે. અન્ય જંતુની તો ખરાબ નહી, પરંતુ મચ્છર એક ખાસ કારણથી તમારા માથાની આજુબાજુ ઉડ્યા કરે છે. વૈજ્ઞાનિકોનું તો માનવું છે કે માણસના માથા પર ઉડતા મચ્છર માદા હોય છે. અને તેને તમારા માથા ઉપર ફરવું ખૂબ પસંદ છે.
કાર્બનડાઈ ઓક્સાઈડ છે પસંદ: માદા મચ્છરને કાર્બનડાઈ ઓક્સાઈડ ખૂબ પસંદ હોય છે, એવામાં જ્યારે પણ તમે કાર્બનડાઈ ઓક્સઈડ છોડો છો, તો માથા ઉપર ઉડી રહેતા માદા મચ્છને તેની દુર્ગધ વધું પસંદ આવે છે.
પરસેવો : માથા ઉપર મચ્છર ઉડવાનું એક કારણ પરસેવો પણ છે. મચ્છરને માણસના શરીરમાંથી નીકળતો પરસેવાની દુર્ગંધ ખૂબ સારી લાગે છે. તમે હંમેશા જોયું હશે કે જિમ અથવા કસરત કર્યા પછી જેવા જ તમે બહાર નીકળો છો તો મચ્છોરનું ઝુંડ તમારા માથુંને ઘેરી લે છે. વાસ્તવમાં માથામાં બાળ હોય છે, ત્યાંનો પરસેવો જલ્દી સુકાતો નથી અને મચ્છર તેનો જ ફાયદો ઉઠાવે છે.
જેલનો સુગંધ ગમે છે :મચ્છરોને બાળમાં હેર જેલ ખૂબ પસંદ આવે છે. મચ્છરોને જેલની સુગંધ આવતા જ તે તમારા માથાની આજુબાજુ ફર્યા કરે છે.