અક્ષયની ફિલ્મ ‘હેય બેબી’ માં બતાવામાં આવેલ બાળકી વર્તમાન સમયમાં એટલી મોટી અને સુંદર થઈ ચુકી છે કે…જુઓ તસ્વીર
તમને 2007ની ફિલ્મ ‘હે બેબી’ની નાનકડી ક્યૂટ એન્જલ યાદ હશે, જેણે અક્ષય કુમાર અને તેના મિત્રોને તેની તોફાનથી દંગ કરી દીધા હતા. ફિલ્મમાં અક્ષય અને વિદ્યા બાલનની દીકરી એન્જલના રોલમાં જોવા મળેલી જુઆના સંઘવી હવે મોટી થઈ ગઈ છે, જેને જોઈને કહેવું મુશ્કેલ છે કે તે ‘હે બેબી’ની એ જ ક્યૂટ એન્જલ છે. હાલમાં જ જુઆનાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. તમે પણ જુઓ આ તસવીરો…
સામે આવેલી આ તસવીરોમાં હે બેબીના જુઆનાનો લૂક ઘણો બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે તે હજુ પણ ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે, પરંતુ હવે તે પહેલાની જગ્યાએ મેચ્યોર થઈ ગઈ છે. તેની આ તસવીરો asaphotographers નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે, જેને જોઈને એક યુઝરે કમેન્ટ કરી કે, ‘Can’t believe it’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બેબી ગર્લ છે, આટલી મોટી ક્યારે થઈ ગઈ.’
તમને જણાવી દઈએ કે જ્યારે ફિલ્મ હે બેબી આવી ત્યારે એન્જલ એટલે કે જુઆના સંઘવી માત્ર 16 મહિનાની હતી, આ સમયે જુઆના 17 વર્ષની છે. જો કે, તે હવે કોઈ ફિલ્મ પ્રોજેક્ટમાં જોવા મળશે કે કેમ તે અંગે હજુ કોઈ માહિતી નથી. મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે પેહલા જે બાળ કલાકરો ફિલ્મોમાં આવતા હોય છે તે હવે વર્તમાન સમયમાં એટલા મોટા થઈ જાય છે કે આપડે ઓળખી પણ નથી શકતા, એટલું જ નહી આપણે આવી અભિનેત્રીની તસ્વીરો જોઇને આશ્ચર્ય પામતા હોઈએ છીએ.