મુકેશ અંબાણીએ રોબોટ બનાવતી કંપનીના ૫૪ ટકા શેર ખરીદી લીધા હવે તેઓ રોબોટ બનાવશે અને…જાણો આ પૂરી વાત વિશે

મુકેશ અંબાણીથી કઈ વ્યક્તિ પરિચિત નહી હોય, મુકેશ અંબાણીને આપણે દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે પણ ઓળખીએ છીએ. આમતો અવારનવાર તેઓ પોતાની લાઈફસ્ટાઈલ અને બાળકોને લઈને ચર્ચામાં રહે છે પણ આજે એક એવી બાબત સામે આવી છે જેને જાણીને સૌ કોઈ ચોકી ગયું છે, તો ચાલો આ વાત વિશે તમને વિસ્તારમાં જણાવી દઈએ.

એક એહવાલ મુજબ જાણવા મળ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ એડવર્બ ટેકનોલોજીને રોબોટ્સ માટે અરબો રૂપિયાનો ઓડર આપ્યો છે. હાલતો એવી અટકળો લગાવામાં આવી રહી છે કે આ રોબોટનો ઉપયોગ તે પોતાની કંપનીમાં કરશે, પણ હવે તે આનું શું કરે તે તો ફક્ત તે જ જાણે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની કંપનીએ રોબોટીક્સ સ્ટાર્ટઅપ એડવર્બ કંપનીનાં અડધાથઈ વધુ શેર પોતાના નામે ખરીદી લીધા છે. હાલ કેહવામાં આવી રહ્યું છે કે આ રોબોટસ ૫જી ટેકનોલોજીના પ્રયોગમાં કામમાં આવશે અને તેને કંપનીના બીજા ઘણા કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે.

પોતાની કંપનીનો હિસ્સો રિલાઈન્સને વેહચીને એડવર્બ તરફથી એવો ખુલાસો થયો છે કે જે શેર તેણે રિલાઈન્સને વેહચ્યા છે તેના પૈસાથઈ તે હવે યુરોપના બજારમાં ઉતરશે અને એક જ લોકેશન પર રોબોટનું મેન્યુફેક્ચરિંગ માટે મોટા પ્લાન્ટ મળી શકે છે. એટલું જ નહી તે આગળ જણાવે છે કે રિલાઈન્સ કંપની સાથે મળ્યા બાદ મેન્યુફેક્ચરિંગમાં પણ વધારો થશે.

મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણીએ લગભગ ૧ બિલીયન રૂપિયાના રોબોટ ઓર્ડર કર્યા છે, જેની ભારતીય નાણામાં કિંમત ગણવામાં આવે તો લગભગ ૭૪ અરબ રૂપિયા. આવું પેહલી વખટ નથી થયું આની પેહલા પણ મુકેશ અંબાણીએ ૨૦૦ રોબોટ લીધેલ છે જેનો ઉપયોગ તે જામનગર રીફાઇનરીમાં કરી રહ્યા છે. જણાવી દઈએ કે રિલાઈન્સએ એડવર્બ કંપનીના શેરને ૯૮૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *