પિતાની સાવ નાની એવી વાત સગીરને લાગી આવતા ગળાફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી! એવું તો શું કહ્યું હતું પિતાએ ? જાણો પૂરી વાત
હાલ દેશ આધુનિક થતો જઈ રહ્યો છે તેના ફાયદા તો ઘણા બધા છે પણ આ આધુનિક યુગના અનેક ખરાબ પાસાઓ પણ સામે આવી રહ્યા છે. વર્તમાન આધુનિક યુગની વાત કરવામાં આવે તો હાલ નાના બાળકો ગેમના રવાડે ચડી ગયા છે અને ફોનના દિલચસ્પિ લેવા લાગ્યા છે આથી ભણવામાં તેઓ ખુબ જ નબળા પડતા જઈ રહ્યા છે. એવામાં હાલ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં એક બાળકે આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું હતું.
જણાવી દઈએ કે આ દુઃખદ ઘટના ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ માંથી સામે આવી છે જ્યાં એક ધોરણ નવમાં ભણતા વિધાર્થીએ આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું હતું. જે પછી વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પોલીસ પણ ઘટના સ્થળે હાજર થઈ ચુકી હતી. પોલીસેને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પિતાની નાની એવી વાત દીકરાને લાગી આવી હતી આથી તેણે આવું પગલું ભરી લીધું હતું.
જો આ પૂરી ઘટના વિશે વાત કરવામાં આવે તો આ મૃતક બાળકનું નામ સચ્ચિદાનંદ હતું જે બીએચએસ સ્કુલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. એવામાં સચ્ચિદાનંદ મોબાઈલ ગેમના રવાડે ચડ્યો હોવાથી અભ્યાસમાં સરખું ધ્યાન આપી રહ્યો હતો નહી, એવામાં જયારે મંગળવારના રોજ જયારે બધા ભોજન કરીને ઉભા થયા હતા, જે પછી સચ્ચિદાનંદ ફોનમાં ગેમ રમવા લાગ્યો હતો, આવું પિતા રઘુનાથ જોતા તેઓએ દીકરાને ઠપકો આપ્યો હતો.
જે પછી સચ્ચિદાનંદ પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જે પછી સવારે પડી હોવા છતાં દીકરાએ દરવાજો ન ખોલતા પરિવારજનોએ બારીમાંથી જોયું હતું કે અંદર શું ચાલી રહ્યું છે, જેવું બારીમાંથી જોયું તેવો આ બાળકનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. આ બાદ પરિવારજનોએ દરવાજો તોડીને અંદર ઘુસ્યા હતા અને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. મૃતકના માતા પિતાને ભારે સદમો લાગી ગયો છે.