‘ગોલ્ડ મેન’ નીરજ ચોપડાએ વધુ એક ઈતિહાસ રચ્યો! વર્લ્ડ એથલેટીક્સ ચેમ્પીયનશીપમાં ભારતના નામનો ડંકો વગાડ્યો….
મિત્રો નીરજ ચોપડા વિશે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું એટલું જ નહી ૧૨૦ વર્ષો બાદ ફરી એક વખત તેઓએ એક મોટો ઈતિહાસ રચ્યો છે જેમાં વર્લ્ડ એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું હતું. નીરજ ચોપડાએ અમેરિકાના યુઝીનમાં આ એથલેટીક્સમાં ભારતનું નામ રોશન કર્યું હતું.
જણાવી દઈએ કે નીરજ ચોપડાએ ફાઈનલમાં ૮૮.૧૩ મિટર દુર ભાલો ફેકીને ત્રીજો કર્મ પ્રાપ્ત કર્યો હતો જયારે પ્રથમ ક્રમે એન્ડરસન પીટર્સ 90.54 મીટર દુર ભાલો ફેકીને પેહલો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ભારતનો રોહિત યાદવ આ લીસ્ટમાં 10માં ક્રમ પર આવ્યો હતો. નીરજ ચોપડાએ કરેલા છ થ્રો માંથી ત્રણ થ્રો ફાઉલ ગયા હતા.
નીરજ ચોપડાનો પેહલો થ્રો ફાઉલ, બીજો થ્રો 82.39 મિટર, ત્રીજો થ્રો 86.37 મીટર, ચોથો થ્રો 88.13 મીટર ફેક્યા હતા જયારે છેલ્લા બે થ્રો ફાઉલ રહ્યા હતા. હાલ ભારતને ઘણા વર્ષો પછી વર્લ્ડ એથલેટીક્સ ચેમ્પીયનશીપમાં મેડલ જીત્યો હતો, છેલ્લી વખતે આ ચેમ્પીયનશીપમાં મેડલ જીતનાર ભારતીય અંજુ બેબી હતા જેને 2003માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને હવે 18 વર્ષો બાદ નીરજ ચોપડાએ આ કારનામો કરી બતાવ્યો છે.
નીરજ ચોપડા હાલ અલગ અલગ ચેમ્પિયનશીપોમાં જીઈને મેડલ જીતીને ભારતનું નામ રોશન કરી રહ્યા છે, તેઓએ એક વખત મીડિયા સાથેની વાતચીતમાં પણ જણાવ્યું હતું કે હજી તેઓ થંભશે નહી તે વધારે મેહનત કરતા રેહશે અને ભારતનું નામ રોશન કરશે. આ ચેમ્પિયનશીપમાં હજી સુધી કોઈ પણ એશિયન ખિલાડીએ મેડલ જીત્યો નથી પણ નીરજ ચોપડાએ આ કારનામો કરી બતાવ્યો છે.