હાર્દિકભાઈના અંતિમ શબ્દો આજે પણ પરિવારજનોના કાનમાં અથડાય રહ્યા છે! કહ્યું હતું કે ‘અમરનાથ બાબાને બુલાયા હૈ…હજી અશ્રુઓ રોકી નથી શકતા પરિવારજનો

મિત્રો હાલ થોડા સમય પેહલા જ એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં ગુજરાતના પાટણના ત્રણ યુવાનો હાર્દિક મુકેશભાઈ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નીશું ઠક્કર અને ક્રીશ પ્રજાપતિ અમરનાથની યાત્રાએ ગયા હતા, એવામાં ૧૯ જુલાઈના રોજ યાત્રાએ ગયેલા આ મિત્રોમાં હાર્દિકભાઈ રામીને ઓકસીજન લેવલ ઓછુ થતા તેઓની તબિયત ખરાબ થઈ હતી અને તેઓનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.
બાબા અમરનાથની ગુફા ફક્ત ૧૦ કિમી દુર હોવાને લીધે હાર્દીક્ભાઈએ આરામ ન કર્યો અને ઘોડા પર સવાર થઈને નીકળી પડ્યા.

એવામાં તેઓ ઘોડા પર ઢળી પડતા યાત્રાળુઓ આવી પોહચ્યા હતા પણ ત્યાં હાર્દિકભાઈનું મૃત્યુ થયું હતું. હાર્દિકભાઈના દેહને પછી હવાઈ જહાજના માધ્યમથી અમદાવાદ લાવીને તેના વતન મેકલી દેવામાં આવ્યા હતા જ્યાં તેઓનો મૃતદેહ જોઇને પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

ભાઈનું મૃત્યુ થતા બહેન મેઘા રામીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની આપવીતી જણાવી હતી. મેઘાએ જણાવ્યું કે જ્યારે ભાઈ હાર્દિક શેષનાગ પોહચ્યો ત્યારે જ સાત વાગ્યા નજીક પિતા સાથે વાત કરી હતી, જેમાં પિતાએ તેને ઘણી બધી કાળજી લેવાનું કહ્યું હતું, એટલું જ નહી સાડા નવ વાગ્યે તેણે તેની પત્ની સાથે પણ વાત કરી હતી. પણ બીજા દિવસે સવારથી જ કોઈ ફોન કે વાત થઈ હતી નહી.

મેઘાબેન આગળ જણાવે છે કે જે પછી આવા દુખદ સમચાર મળ્યા હતા કે સવારે જ્યારે તે ઘોડા પર બેસીને જઈ રહ્યો હતો ત્યારે તેનું ઓક્સીજન લેવલ ઘટી ગયું હતું આથી આર્મી જવાનોએ તેને આરામ કરવા કહ્યું હતું પણ તે માન્યો હતો નહી અને તે બાબાની ગુફા તરફ ઘોડા પર સવાર થઈને નીકળી પડ્યો હતો. એવામાં જતા જતા જ તે ઘોડા પર ઢળી પડ્યો હતો અને બાબાના ધામમાં જ પોતાનું દમ તોડી દીધો હતો. બહેન મેઘાએ હાર્દિકભાઈએ કહેલા અંતિમ શબ્દો પણ કહ્યા હતા કે જતા પેહલા તેણે ‘ચલો બુલાવા આયા હૈ, અમરનાથ બાબાને બુલાયા હૈ મુઝે, બાબા કે પાસ જાના હૈ..’

મૃતક હાર્દિકભાઈના પિતા એવા મુકેશભાઈએ પણ પોતાના દીકરાના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ વખતે ત્યાં હોનારત થઈ હતી જેમાં 40થી50 જેટલા લોકો હજી લાપતા છે એવામાં આ વર્ષે તું ત્યાં ન જા, પણ હાર્દિક માન્યો જ નહતો અને તે ફક્ત વારંવાર એમ જ કેહતો કે બાબાને બુલાયા હૈ. એવામાં જ્યારે હાર્દિક શેષનાગ પોહચ્યો ત્યારે મારી સાથે ફોન પર વાત પણ કરી હતી જેમાં મેં એને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

પિતા મુકેશભાઈ આગળ જણાવે છે કે, આ ફોન પર વાત થયા પછી તેની સાથે વાત જ ન થઈ અને બીજા દિવસે 12 વાગ્યે એવા સમચાર મળ્યા કે તેને કઈક થઈ ગયું છે અને પછી ખુલાસો કરવામાં આવ્યો હતો કે તેનું ઓક્સીજન લેવલ બે ત્રણ ટકા ઘટી ગયું હતું તેમ છતાં તે ઘોડા પર સવાર થઈને બાબાની ગુફા તરફ આગળ વધી રહ્યો હતો, એવામાં ફક્ત પાંચથી સાત મિનીટમાં જ તે ઘોડા પર ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. તેના મૃત્યુને લઈને હજી પરિવારજનોની આંખોમાં આસું સુકાયા નથી, મુકેશભાઈએ ભાવુક થઈને કહ્યું કે અમે તેને વારંવાર ત્યાં જવા માટે ઇનકાર કરતા હતા પણ તે માન્યો જ નહી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *