બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડમાં મૌતનો આંકડો વધ્યો! પરિવારજનોના હૈયાફાંટ આક્રંદ વચ્ચે નીકળી મૃતકની અંતિમયાત્રા…તસ્વીર જોઈ તમારું હૈયું કંપી ઉઠશે
મિત્રો બોટાદમાં હાલ લઠ્ઠાકાંડને લીધે 24 લોકોના મૃત્યુનો એહવાલ સામે આવ્યો છે. જણાવી દઈએ કે ગામમાં ઝેરી દારુ પીય લેતા એક સાથે ઘણા બધા લોકોને આ ઝેરી દારુની અસર થઈ હતી જેમાંથી 24 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા જયારે 30થી પણ વધારે લોકો હાલ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને ગામમાં તપાસ અર્થે દોડી ગઈ હતી.
એવામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોએ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું આથી એવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કે જોઇને સૌ કોઈનું હૈયું ધ્રુજી ગયું હતું. એવામાં એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા ટ્રેક્ટર પર કાઢવામાં આવી હતી, આવું દ્રશ્ય જોઇને સૌ કોઈનું રુદન છુટી ગયું હતું, એટલું જ નહી લોકોએ સરકાર વિરુદ્ધ રોષ પણ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં દારૂબંધી છે તો આ દારૂ આવે છે ક્યાંથી?
દિવ્યભાસ્કરના એહવાલ મુજબ જાણવા મળ્યું છે કે આ ઝેરી દારુ પીયને મૃત્યુ પામનાર 24 વ્યક્તિઓમાં 15 લોકો બરવાળાના હતા જયારે 9 લોકો ધંધુકાના વતની હતી. આ ઘટના બનતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પોહચી હતી અને તપાસ હાથ ધરી આ દારુ બનાવનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેને કરવામાં આવેલી પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂમાં કેમિકલ મેળવામાં આવ્યું હતું જે અમદાવાદથી આવતું હતું.
હાલ આ ગામની પરિસ્થિતિ એટલી કફોડી બની છે કે દરેક ઘરમાંથી રડવાની ચીખો ગુંજી રહી છે, કારણ કે આ ઘટનામાં કોઈકે પોતાનો દીકરો ગુમાવ્યો છે તો કોઈકે પોતાનો પતિ તો અમુક સંતાનોએ પોતાના પિતાની જ છત્રછાયા ગુમાવી દીધી છે. ગામમાં હાલ આ ચિતાઓનું અંતિમસંસ્કાર પણ સરખી રીતે કરી શકાય તેવી હાલતમાં નથી. કારણ કે ગામમાં ફક્ત બે સ્મશાન આવેલ છે. હાલ આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.