વિધાતાએ જન્મથી જ બાળકીને માતા વિહોણી બનાવી દીધી! ટ્રક ચાલકે ગર્ભવતી મહિલાને અડફેટે લેતા મહિલાનું મૃત્યુ પણ…પતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો
દેશમાં હાલ જો વાત કરવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતા જ જઈ રહી છે. એવામાં હાલ ખુબ જ દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બેફામ ટ્રક ચાલકે ગર્ભવતી મહિલાને અડફેટે લેતા મહિલાનું મૃત્યુ થયું હતું પણ આ મહિલાએ બાળકીને જન્મ રસ્તા પર જ થઈ ચુક્યો હતો. પતિ આવું દ્રશ્ય જોઇને હિબકે ચડ્યો હતો.
મૃતક મહિલાના કાકાને આ વાતનો એટલો બધો ધ્રાસકો લાગ્યો કે તેનું પણ નિધન થઈ ચુક્યું છે પછી બંનેના દેહોને એક સાથે અંતિમસંસ્કાર કરીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. જણાવી દઈએ કે આ પૂરી ઘટના ફિરોઝાબાદ માંથી સામે આવી છે જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકો પણ અચંબીત રહી ગયા હતા.
જણાવી દઈએ કે આગ્રાના ધનૌલમાં રેહતા રામુ તેની ગર્ભવતી પત્ની કામિની સાથે બુધવારના રોજ પોતાના સાસરીયે ફિરોઝાબાદમાં આવેલ કોટલામાં જઈ રહ્યો હતો. પીડિત રામુએ આ પૂરી ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે તેને પત્ની કામિનીએ કહ્યું હતું કે તેને પિયરની યાદ આવી હતી આથી હું તેને લઈને સવારે ૪ વાગ્યે સાસરે જવા નીકળી ગયો હતો જ્યાં વચ્ચે અમે ઉભા રહીને ઢાબા પર ચા પણ પીધી હતી.
અમે ચા પીયને ફરી એક વખત બાઈક પર આગળ વધ્યા હતા જે પછી એક બેફામ ટ્રક ચાલકે અમારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી કામિની બાઈક પરથી પડી ગઈ હતી. રામુ પોતાની પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ આવીને અકસ્માતને લીધે આ નવ જન્મેલી બાળકીને તરત જ એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ પોહચાડી હતી જ્યાં તેની સારવાર શરુ કરવામાં આવી હતી. દુખની વાત તો એ છે કે કામિનીએ ઘટના સ્થળ પર જ પોતાના પતિ સામે દમ તોડી દીધું હતું. આ જોઇને પતિ રામુ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. હાલ આ નવજન્મેલી બાળકીની સ્થિતિ સ્થિર છે.