સુરતના આ PSIને સો સો સલામ છે! પ્રાથમિક શાળાના 100 બાળકોને દત્તક લઈને માનવતા મહેકાવી…તમામ બાળકોનો ભણતર ખર્ચ ઉઠાવશે
મિત્રો ગુજરાત રાજ્યમાં એવા પોલીસકર્મી અધિકારીઓની કોઈ કમી નથી જે પોતાની ફરજ બજાવતાની સાથો સાથ સમાજસેવા પણ કરતા હોય છે. અમુક અધિકારીઓ એક બે ગરીબ બાળકો ને તો બીજા અનેક એવા સેવાકીય કાર્યો કરીને સમાજસેવાનું સારું એવું ઉદાહરણ પૂરું પાડતા હોય છે. એવામાં હાલ આ લેખના માધ્યમથી અમે એક એવા જ વ્યક્તિ વિશે જણાવના છીએ જેણે એવી સમાજસેવા કરી છે કે લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા.
આ સમાજસેવાનો કિસ્સો સુરત શહેરનો છે જ્યાં PSI તરીકે ફરજ બજાવતા હરેશભાઈ એલ જેબલીયાએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ધારીના દઈડા ગામની સરકારી શાળાના કુલ ૧૦૦ જેટલા બાળકોને દત્તક લઈને માનવતા મહેકાવી હતી. એટલું જ નહી આ બાળકોની સાર સંભાળ રાખવા માટે એક ટીમ પણ બનાવામાં આવી હતી.
હરેશભાઈ હાલ પોતે પોતાની ફરજની સાથે સાથે સમાજસેવાનું પણ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, તેઓના આ સમાજ સેવાના કાર્યથી પ્રસન્ન થઈને હાલ તેઓના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ એક લાખ જેટલા લોકો ફોલો કરે છે, આજ માધ્યમથી તેમને એક યુવાનોની ટીમ મળી હતી જે વગર કોઈ પૈસે આ બાળકોને જીવનઘડતરનું જ્ઞાન આપશે અને નિસ્વાર્થ ભાવે કાર્ય કરશે.
જણાવી દઈએ કે હરેશભાઈ જુનાગઢના કેશોદમાં આવેલ બળોદર ગામના રેહવાસી છે પણ તેઓ સુરતના સરથાણામાં PSI તરીકેની ફરજ બજાવી રહ્યા છે. હરેશભાઈ ૧૦૦ બાળકોને દત્તક લઈને તેઓનો શિક્ષણનો તમામ ખર્ચો ઉઠાવ્યો છે. તેઓ આ બાળકોનું જ્ઞાન અને કૌટિલ્ય વધે તે માટે થઈને ઇનામ વિતરણ કરે છે જેથી બાળકોને સારું એવું પ્રોત્સાહન પ્રાપ્ત થાય. તેઓ આખો દિવસ પોતાની ડ્યુટી પર વ્યસ્ત હોય છે આથી તેઓએ એક ટીમની રચના કરી છે જે આ બાળકોની સાર સંભાળ રાખે છે.