આનંદથી જાન લઈને જઈ રહ્યા હતા પણ જાનૈયાઓને અચાનક જ કપરો કાળ ભરખી ગયો… જાણો આ દર્દનાક ઘટના વિશે
મિત્રો આપણે અવારનવાર એવા ગંભીર અકસ્માતો જોતા હોઈએ છીએ જેમાં લોકો પોતાના પરિવાર જનોને ખોય બેઠતા હોય છે. જ્યારે હાલના સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા હોય છે અને અકસ્માત સર્જાય છે આવા અકસ્માતોનો વ્યાપ ખુબ વધી ગયો છે. એવા જ એક ગંભીર અકસ્માત વિશે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ.
આ અકસ્માત કોટા ચંબલ નદીએ થયો હતો જેને રાજસ્થાન અને મધ્યપ્રદેશના એક પરિવારને ભૂલવો ખુબ મુશ્કલે પડે તેમ છે. આ ઘટનામાં થાય છે એવું કે જાન લઈને જાનૈયાઓ જતા હોય છે ત્યાં અચાનક ત્યાં આગળ આવેલ એક નાના પુલ પરથી ગઈ પોતાનો કાબુય ગુમાવી બેઠે છે અને પાણીમાં ખાબકે છે, ગાડી પાણીમાં ખાબકતાની સાથે જ ગાડીની સિસ્ટમ ખરાબ થાય છે અને આપો આપ દરવાજા લોક થય જાય છે.
જાણવા મળ્યું છે કે આ ગાડીનો ડ્રાઈવર હેમખેમ રીતે ગાડીનો કાચ તોડીને બહાર નીકળ્યો હતો પણ પોતાનો જીવ બચાવી શક્યો નહી, એટલું જ નહી કારમાં સવાર અન્ય ૯ લોકોનું પણ આ ઘટનામાં મુર્ત્યું થયું હતું. આ સમાચારની જાણ થતાની સાથે જ બંને પરિવારમાં ખુશીનો માહોલ શોક સભામાં ફેરવાયો હતો.
તમને જણાવી દઈએ કે આ જાન માધોપુર જીલ્લાના ચોંથાના બરવાડાથઈ મધ્યપ્રદેશના ઉજ્જેન ભેરુનાલ જઈ રહી હતી. જાન ચૌથાના બરવાડાથઈ રાત્રે બે વાગે રવાના થઈ હતી અને વચ્ચે ચા પીવા માટે ઉભી રહી હતી ત્યારપછી સવારે ચ વાગે નયાપુરા પાસે કારએ નાના પુલ પરથી અચાનક જ પાણીમાં ખાબકી હતી જેમાં દુલ્હા સહિત તેના સગા સબંધી અને મિત્રો તેમાં સવાર હતા. જેનું કમકમાટી ભર્યું મુર્ત્યું થયું હતું.
આ ઘટના બાદ ચંબલ નદીમાં દુલ્હો અવિનાશનો સાફો પાણીમાં તરતો નજરે પડ્યો હતો. આ ઘટનાની જાન ત્યાના માછીમારોએ કરી હતી જ્યારે માછીમારો માછલી પકડવા માટે નદીમાં ઉતર્યા ત્યારે તેને એક સફેદ રંગની વસ્તુ પાણીમાં દેખાઈ હતી જે સ્પષ્ટ જોયા બાદ ખબર પડી કે તે કાર છે માછીમારોએ તુરંત જ પોલીસને જાન કરી હતી, પોલસે આવીને રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી જેમાં કારને ક્રેન દ્વારા ઉપર લાવામાં આવી હતી.
આ કાર ખોલવામાં આવી તો એવું દ્રશ્ય જોવા મળ્યું કે જેને જોઇને કોઈ પણ વ્યક્તિના રુવાડા ઉભા થઈ જશે, કારની અંદર બધા મૃતદેહો જ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટનામાં દુલ્હા અવિનાશનો જમાઈ શુભમ, દુલ્હાનો ભાઈ કેશવ, કાર ચાલક ઇસ્લામ ખાન અને બીજા અન્ય ૬ લોકો પણ આ ઘટનાનો ભોગ બનતા અટકી શક્યા ન હતા.