પાલીતાણાની શાળામાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે નવતર પ્રયાસ! આઈ.પી.એસ સફીન હસનના ફોટો નીચે અરીસો મુકીને લખવામાં આવ્યું કે….
મિત્રો આજે સફીન હસનનો જન્મદિવસ છે, સફીન હસન વિશે કોણ નથી જાણતું. દેશના યંગેસ્ટ આઈ.પી.એસ. સફીન હસનના હાલ દરેક યુવાન માટે એક ઉદાહરણ રૂપ સાબિત થયા છે કારણ કે તેઓએ પોતાના જીવનમાં ઘણા બધા એવા સંઘર્ષનો સામનો કરીને આ મુકામ હાંસલ કર્યું છે. આથી જ કેહવામાં આવે છે કે જો તમે તમારી પૂરી લગન અને નિષ્ઠાથી કાર્ય કરવા લાગો તો તમને તમારું મુકામ હાંસલ થઈ જ જતું હોય છે.
એવામાં પાલીતાણાની જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં બાળકોનો જુસ્સો વધે અને તેઓ પોતાનું મુકામ હાંસલ કરવા માટે મેહનત કરે તે માટે થઈને આ શાળામાં એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સફીન હસનના ફોટો નીચે એક અરીસો મુકવામાં આવ્યો છે અને તેની નીચે લખવામાં આવ્યું છે કે ‘આમાં તમે પણ હોઈ શકો છો’.
આ શાળાના આચાર્ય યુનુસખાન બલોચ અને શિક્ષકગણો દ્વારા કોઈ પણ મહાપુરુષના જન્મદિવસના દિવસે આવી રીતે બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે. દરેક મહાન માણસોના આવી રીતે જ ફોટો મુકવામાં આવે છે જેથી બાળકો તેમાંથી પ્રેરણા લે અને તેઓના ઉત્સાહમાં પણ વધારો થાય. જે દિવસે આવા મહાનુભાવોનો જન્મદિવસ હોય છે તે દિવસે તેઓ કરેલા સંઘર્ષ અને તેઓના જીવનની અનેક વાતો શાળાના વિધાર્થીઓને સંભળાવામાં આવે છે.
હાલ આ શાળામાં ગાંધીજી, ભગતસિંહ, એ.પી.જે.અબ્દુલ કલામ, ડો.બી.આર.આંબેડકર, સુભાષચંદ્ર બોઝના ફોટો મુકવામાં આવી ચુકેલા છે. આ પ્રોજેક્ટને શાળાના વિધાર્થીઓને પણ ખુબ જ પસંદ આવ્યો હતો. એવામાં આજના દિવસે આ પ્રોજેક્ટમાં દેશના યંગેસ્ટ આઈ.પી.એસ સફીન હસનની તસ્વીર લગાવામાં આવી હતી. આ અરીસામાં જોઇને બાળકો પણ ખુબ સારો અનુભવ કરી રહ્યા છે.