દર્શનાર્થે ગયેલા સાત મિત્રો કાળનો કોળીયો બની ગયા! એક મિત્ર ડૂબ્યો તો એક એક કરતા બધાએ છલાંગ…જોનારની આંખ ભીની થઈ ગઈ
મિત્રો એક ખુબ જ હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે જે જે હિમાચલ પ્રદેશનો છે, જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આવેલ ઉનાના સાગર સરોવરમાં એક સાથે સાત મિત્રો ડૂબ્યા હતા જે પછી સાતેયના એક સાથે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ પૂરી ઘટના ગરીબનાથ મંદિર નજીક આવેલ સરોવરમાં અહી દર્શને આવેલા મિત્રો માંથી એક મિત્ર ડૂબવા લાગ્યો હતો જે પછી છ યુવકો બચાવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.
પણ અફસોસ કે આ સાતેય માંથી એકેય યુવક જીવિત પરત આવ્યો હતો નહી, આ ઘટનાને પગલે પોલીસ કાફલો અને બચાવ ટીમ પણ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને તમામ મૃતદેહને પાણીની બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોપી દેવામાં આવ્યા હતા, એવામાં જયારે આ મૃતદેહ પરિવારજનોને મળતા સૌ કોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું.
જણાવી દઈએ કે પંજાબના મોહાલી નજીક આવેલ નૈનાદેવીના દર્શને ૧૧ યુવકો આવ્યા હતા, એવામાં ૧૨.૩૦ કલાકે તેઓ ગરીબનાથ પોહચ્યા હતા જ્યાં દર્શન કર્યા બાદ એક યુવક આ સરોવરમાં સ્નાન કરવા માટે છલાંગ લગાવી દીધી હતી પણ તેને ખબર ન હતી કે આ સરોવરનું પાણી ખુબ ઊંડું છે, આથી આ યુવક પાણીમાં જ ડૂબવા લાગ્યો હતો જે તેના મિત્રોએ જોતા છ મિત્રો પાણીમાં તેને બચાવા માટે કુદી ગયા હતા.
પણ થોડા દિવસ પેહલા જ સારો વરસાદ થયો હોવાને લીધે સરોવર પાણીથી છલોછલ ભરાય ગયું હતું આથી આ સાતેય મિત્રો ડૂબવા લાગ્યા હતા જે પછી બહાર ઉભેલા સાથીઓએ લોકો માસે મદદની ગુહાર લગાવી હતી જે પછી મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને પૂરી જાણ પોલીસને કરવામાં આવી હતી પણ ત્યાં ખુબ વિલંબ થઈ ચુક્યો હતો અને સાતેય યુવકો ડૂબી ગયા હતા.
આ ઘટના અંગે DSP કુલવિંદર સિંહે જણાવ્યું હતું કે ડૂબવાથી મૃત્યુ પામનાર વ્યક્તિના નામ અનુક્રમે પવન(ઉ.વ.૩5), રમન કુમાર(ઉ.વ.19), અરુણ કુમાર(ઉ.વ.14), શિવા(ઉ.વ.16),લાભ સિંહ(ઉ.વ.17), લખવર સિંહ(ઉ.વ.16), વિશાલ કુમાર(ઉ.વ.18) નું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે આ સરોવરમાં ઉતરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ યુવકોએ નિયમનું પાલન કર્યું હતું નહી.