વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! એક ચોકલેટને લીધે ફૂલ જેવી દીકરી પોતાના જીવથી હાથ ધોય બેઠી…જાણો શું થયું?
આમ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જ્યારે પણ નાના બાળકો વાલીઓનું કહ્યું માને નહી ત્યારે તેઓને કોઈને કોઈ વસ્તુને લઈને લાલચ આપવામાં આવે છે. આ લાલચમાં મોટે ભાગે તો ચોકલેટની લાલચ જ આપવામાં આવે છે. એવામાં આ ચોકલેટને લીધે જ એક ફૂલ જેવી દીકરીએ જીવ ગુમાવી દીધો છે. આ બાળકીનું એવી રીતે મૃત્યુ થયું કે જાણીને તમે પણ ભાવુક થઈ જશો.
જણાવી દઈએ કે આ પૂરી ઘટના કર્ણાટકના ઉડુપી માંથી સામે આવી છે જ્યાં એક 6 વર્ષીય માસુમ સ્કુલ બસમાં ચડતા ચડતા જ બેભાન થઈ ચુકી હતી જે પછી કંડકટરે આ બાળકીને ભાનમાં લાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા અને પછી તેના માતા પિતાને પણ આ અંગે જાણ કરી દીધી હતી, જે પછી માતા પિતાએ આવીને દીકરીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી જ્યાં તબીબોએ આ માસુમને મૃત જાહેર કરી હતી.
મૃતક આ દીકરીનું નામ સમન્વી છે જે બુધવારના રોજ સ્કુલ જવા નહોતી ઈચ્છતી આથી તેની માતા સુપ્રીતાએ તેને ચોકલેટ આપીને સ્કુલ જવા માટે તૈયાર કરી હતી જે પછી આ માસુમ ચોકલેટ લઈને જઈ રહી હતી ત્યાં અચાનક જ સ્કુલ બસ આવી જતા ઉતાવળમાં દીકરીએ કાગળ સહિત ચોકલેટને ખાય લીધી હતી જે તેના ગળામાં ફસાય ગઈ હતી જે પછી તેને દમ ઘુંટાવા લાગ્યો અને તે બેભાન થઈ ચુકી હતી.
માતા પિતાએ નજીકના હોસ્પિટલમાં આ દીકરીને ખસેડી તો ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું, આ સમાચાર મળતાની સાથે જ માતા પિતાએ હૈયાફાંટ આક્રંદ કર્યું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતા તપાસ હાથ ધરી છે જેમાં આ પૂરી ઘટના સામે આવી હતી. પોલીસ હાલ એટલું જ કહી રહી છે કે પોસ્ટમોર્ટમ રીપોર્ટ પછી જ મૃત્યુની હકીકત જાણવા મળશે. વાલીઓએ આ ઘટનાને ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ.