પાટણમાં માતા-પિતાએ પોતાનો એકના એક બાળકને ગુમાવી દીધો! 16 સગીર ઘસઘસાટ સુય રહ્યો હતો ત્યાં…જાણો શું થયું સગીરને?
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાંથી અનેક એવા દુઃખદ બનાવો સામે આવી રહ્યા છે જેને જાણીને આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ. એવામાં હાલ આવી જ ઘટના પાટણ જીલ્લામાંથી સામે આવી છે જેમાં એક 16 વર્ષીય સગીર ઘસઘસાટ સુય રહ્યો હતો ત્યારે અચાનક જ તેને સાપ કરડી ગયો હતો જેની ખબર પણ બાળકને ન હતી. જ્યારે સગીરે પિતાને કહ્યું કે તેને ગળામાં દુખે છે ત્યારે ખબર પડી હતી કે સગીરને સાપ કરડ્યો છે.
જણાવી દઈએ કે પાટણ જીલ્લામાં વસઈ ગામમાં રેહતા નીતિનકુમાર રતિલાલ રાવલ તેની પત્ની અને એક દીકરી અને દીકરા સાથે રેહતા હતા. એવામાં રવિવારની મધ્યરાત્રીએ તેઓ ભર ઊંઘમાં સુય રહ્યા હતા ત્યારે તેઓના ઘરમાં સાપ આવ્યો હતો જે પછી નીતિનભાઈ સાપને ચીપિયાથી પકડીને બહાર મૂકીને ફરી સુય ગયા હતા પણ સવાર થતા તેમના દીકરા આયલે જણાવ્યું કે તેને ગળામાં દુખે છે.
જે પછી જોયું તો આયલના જમણા હાથના અંગુઠામાં સાપ કરડ્યા હોવાનું નિશાન મળી આવ્યું હતું, આ બાદ પિતા તરત જ દીકરાને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ આયલને વેન્ટીલેટર પર રાખીને સારવાર શરુ કરી હતી પણ ટૂંકી સારવારમાં બાદ તેનું સોમવારના દિવસે રાત્રે ૩ વાગ્યા નજીક મૌત થયું હતું.
આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો ભાવુક થયા હતા કારણ કે એકના એક બાળકનું આવી રીતે મૌત થતા દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ બની હતી. આ ઘટના અંગે મૃતક સગીરના પિતા નીતિનકુમારે પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો જે પછી પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તેનું સેમ્પલ FSL માં મોકલી દીધું હતું, હવે આ સેમ્પલને આધારે જે રીપોર્ટ મળશે તેના પરથી જ મૃત્યુનો અંદાજો લગાડી શકાશે.